ભુજ તા 9 : કચ્છના ક્રિકટપ્રેમીઓમાં
ઉત્કંઠા જગાવનાર હિમ્સ કેપીએલના એક મહત્ત્વના મુકાબલામાં એગ્રોસેલ ટાઈટન્સે એસવીસીટી
સ્ટ્રાઈકર્સને એક રને હાર આપી એક રને રોમાંચક જીત મેળવી હતી. પ્રથમ બેટીંગ કરતા એગ્રોસેલ
ટાઈટન્સની ટીમ 1પ ઓવરમાં 130 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી
આશારિયા ગઢવીએ 30, તો વણકર રમેશે 22 રન બનાવ્યા હતા. એસવીસીટી સ્ટ્રાઈકર્સ
તરફથી અજિતસિંહ રાઠોડે ચાર, તો જનક પિંડોરિયા
અને ધ્રૂવમ પટેલે બે વિકેટ ઝડપી હતી. 131 રનનાં લક્ષ્યને આંબવા ઉતરેલી એસવીસીટી સ્ટ્રાઈકર્સની ટીમ નિર્ધારીત
1પ ઓવરમાં છ વિકેટના ભોગે 129 રન બનાવી શકતા એગ્રોસેલ ટાઈટન્સનો
એક રને વિજય થયો હતો. એસવીસીટી તરફથી રતન ગઢવીએ 30, તો એ.જે. ગઢવીએ 24 અને જનક પિંડોરિયાએ 22 રનનું યોગદાન આપ્યું હતું. એગ્રોસેલ તરફથી જય સોનીએ 20 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.
જય સોનીએ બેટીંગમાં પણ 12 રનનું યોગદાન
આપતા તેને ઓલ રાઉન્ડ દેખાવ કરવા બદલ મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.