• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

ખિદરત ક્રીકમાં ઘૂસેલા `આતંકી' ઝડપાયા

ભુજ, તા. 19 : સીમાવર્તી કચ્છના વિવિધ વિસ્તારમાં કોઈ મોટો હુમલાનો કારસો રચી ખિદરત બેટ દરિયાઈ ક્રીક વિસ્તારમાં હથિયારો સાથે ઘૂસેલા આતંકવાદીઓને પશ્ચિમ કચ્છ પોલીસની એસઓજી, જખૌ મરીન અને વાયોર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી પકડી પાડયા હતા. એસઓજીએ `સ્મોલર ડિસ્ટ્રીક્ટ લેવલ કોસ્ટલ મોકડ્રિલ' યોજી પોલીસ સહિતની એજન્સીઓની સર્તકતા બતાવી હતી. દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈ સમુદ્રકાંઠો ધરાવતા કચ્છ સહિતના જિલ્લામાં એસઓજી, એલસીબી, એલઆઈબી, ક્યુઆરટી, પરોલ ફર્લો સ્કવોડ તથા પશ્ચિમ કચ્છના તમામ પોલીસ મથક અને જિલ્લામાં કાર્યરત કેન્દ્ર તેમજ રાજ્યની એજન્સીઓની સાથે રાખી આ મોકડ્રિલમાં જોડાઈ હતી અને `રેડ ફોર્સ' તરીકે રહેલા ડમી આતંકવાદીઓને કચછના વિવિધ વિસ્તારોમાં હુમલો કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. આ રેડફોર્સના કારસાને નાકામ કરવા એસઓજી અને જખૌ મરીન પોલીસના જવાનોની `બ્લ્યુફોર્સ' બનાવાઈ હતી. જે અન્વયે ફિશિંગ બોટ મારફતે ખિદરત બેટ દરિયાઈ ક્રીક વિસ્તારમાં ઘૂસેલા આતંકીઓને એસઓજી અને જખૌ મરીન પોલીસ દ્વારા કરાયેલી સંયુક્ત કાર્યવાહીમાં ખિદરત બેટ દરિયાઈ ક્રીક વિસ્તારમાંથી બોટ સાથે પકડી પાડી હુમલો નાકામ કર્યો હતો, તો સાંઘી વિસ્તારમાં હુમલો કરવાના ઈરાદે આવેલા આતંકીઓને એસઓજી અને વાયોર પોલીસે સંયુક્ત સાંઘી જેટી નજીકથી પકડી પાડી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang