• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

કચ્છ યુનિ.એ યોજી જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ વક્તાની સ્પર્ધા

ભુજ, તા. 19 : કચ્છ યુનિ.ના ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ વક્તાની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં તમામ કોલેજો અને યુનિવર્સિટીના વિભાગના 30થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. ચાર રાઉન્ડમાં સ્પર્ધાને વિભાજિત કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને વકતૃત્વના વિવિધ સ્વરૂપોમાં તપાસવામાં આવ્યા હતા. અંતે ટોચના ત્રણ ફાઇનલિસ્ટ શ્રેષ્ઠ વકતા તરીકે બહાર આવ્યા હતા. ઇતિહાસ વિભાગમાંથી પ્રિન્સી ગોસ્વામીએ પ્રથમ, ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી શ્રેયા અખાનીએ દ્વિતીય, તો એચ.આર. ગજવાણી કોલેજ ઓફ એજ્યુકેશનની પાયલ મલુકાણીએ ત્રીજું સ્થાન મેળવ્યું  હતું. પ્રો. ડો. વિજય વ્યાસની આગેવાની હેઠળ સમગ્ર કાર્યક્રમની પરિકલ્પના કરવામાં આવી હતી. કુલપતિ ડો. મોહનભાઇ પટેલે વિદ્યાર્થીઓને તેમનું વકતૃત્વ કૌશલ્ય વિકસાવવા પ્રેરિત કર્યા હતા. કુલચિવ ડો. અનિલ ગોરે શુભેચ્છા પાઠવી હતી. પ્રો. ડી.એમ. બકરાનિયા અને ડો. નવલ કિશોર શર્માએ સહભાગીઓને જજ કર્યા હતા. કાર્યક્રમનું સંકલન ડો. કનિષ્ક શાહ અને પંકજ સેવક દ્વારા કરાયું હતું. વ્યવસ્થામાં ડો. શીતલ બાટી, ડો. રૂપલ દેસાઇ, સાહિલ ગોર તથા ભાવેશ દંતાની સહયોગી રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang