• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

બાળકી સાથે અડપલાંના કેસમાં પરપ્રાંતીય આરોપીને સાત વર્ષની સખત કેદની સજા

ભુજ, તા. 19 : માસૂમ બાળકીને ચોકલેટની લાલચ આપી પોતાની હવસ સંતોષનારા મૂળ ઉત્તર પ્રદેશના અને હાલે ભુજ રહેતા હીરાલાલ રામબહાદુર જાદવ નામના નરાધમને ખાસ પોક્સો કોર્ટે જુદી-જુદી કલમો તળે કુલ સાત વર્ષની સખત કેદ તથા રૂા. 30,000નો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. ચકચારી બનેલા આ કેસની વિગતો મુજબ, ભોગ બનનારી બાળકી આંગણવાડીથી પરત ફરતી હતી, ત્યારે રસ્તામાં આરોપીની દુકાન પાસે પહોંચતાં તે સમયે હીરાલાલે તેણીને ચોકલેટ આપી બદકામ કરવાના ઈરાદે દુકાનમાં લઈ ગયો હતો. મામલો બહાર આવતાં ભુજ બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં પોક્સો કોર્ટે 11 દસ્તાવેજી પુરાવા તથા છ સાક્ષીની તપાસ કરી હતી. આરોપીને તકસીરવાન ઠેરવી આઈપીસીની કલમ 354 મુજબ પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂા. 10 હજારનો દંડ, પીસીએસઓની કલમ 10 મુજબ સાત વર્ષની સખત કેદની સજા અને રૂા. 10 હજારનો દંડ તથા પીસીએસઓની કલમ 12 મુજબ ત્રણ વર્ષની સખત કેદ અને રૂા. 10 હજારનો દંડ ફટકાર્યો હતો. અદાલતે દંડની કુલ રૂા. 30 હજારની રકમમાંથી રૂા. 20 હજાર ભોગ બનનારને વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકીલ એચ. બી. જાડેજા હાજર રહ્યા હતા અને મૂળ ફરિયાદીના વકીલ તરીકે વસીમ એ. અરબ અને નીતાબેન ડોટ હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang