• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

કિવી સામે પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાની વહારે મેન્ડીસ

ગાલે, તા. 18 : નવા રનમશીન કામિન્દુ મેન્ડિસની વધુ એક આકર્ષક સદીની મદદથી ન્યુઝીલેન્ડ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાએ પહેલા દાવમાં આક્રમક બેટિંગ કરીને 7 વિકેટે 302 રન કર્યાં છે. પ્રથમ દિવસની રમતમાં મેન્ડિસની સદી આકર્ષણનું કેન્દ્ર રહી હતી. તેણે કારકિર્દીની 7મી ટેસ્ટમાં ચોથી સદી ફટકારી છે. આ ઉપરાંત તમામ સાતેય ટેસ્ટમાં પ0થી વધુનો સ્કોર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે 173 દડામાં 11 ચોગ્ગાથી 114 રન કર્યાં હતા. ન્યુઝીલેન્ડ તરફથી વિલિયમ ઓ'રૂકેએ પ4 રનમાં 3 વિકેટ લીધી હતી. ગ્લેન ફિલિપે બે વિકેટ લીધી હતી. કપ્તાન સાઉધી અને એઝાઝ પટેલને 1-1 વિકેટ પ્રાપ્ત થઇ હતી. શ્રીલંકા તરફથી સાતમા ક્રમે બેટિંગમાં આવેલ કુસલ મેન્ડિસે 68 દડામાં 7 ચોગ્ગાથી પ0 રનની ઇનિંગ્સ રમી હતી. બન્ને મેન્ડિસ વચ્ચે છઠ્ઠી વિકેટમાં 137 દડામાં 103 રનની ભાગીદારી થઇ હતી. પથૂમ નિસંકા 27, દિમૂથ કરુણારત્ને 2, દિનેશ ચંડિમાલ 30, એન્જેલો મેથ્યૂસ 36 અને કપ્તાન ધનંજય ડિ'સિલ્વા 11 રને આઉટ થયા હતા. પહેલા દિવસની રમતના અંતે રમેશ મેન્ડિસ 14 અને પ્રભાસ જયસૂર્યા શૂન્ય રન સાથે રમતમાં હતા. શ્રીલંકાએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang