• શનિવાર, 18 મે, 2024

માળિયા-મોરબીમાં કોંગ્રેસે આપ્યાં વચન

ભુજ, તા. 4: મોરબી માળિયા તાલુકા તથા મોરબી શહેરમાં કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નીતેશભાઇ માતંગે ચૂંટણી સંદર્ભે પ્રવાસ ખેડયો. મોરબી વિધાનસભાની  જનતા પણ પરિવર્તનના માર્ગે જવા માગે છે તેવું સ્પષ્ટ લોકોના જવાબ પરથી જોવા મળે છે એમ જણાવ્યું હતું. મોરબી જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા તથા આગેવાનો ધર્મેન્દ્ર વિડજા , ઈકબાલ ઝેડજા, ભાવિકભાઈ મુછડીયા,  સંદીપ કલસરિયાની આગેવાની તળે ઉમેદવાર નીતેશભાઇના પ્રચારઅર્થે હરીપર, હંજીયાસર, કાજરડા, ખીરાઈ, ફતેપર, પંચવટી, વીરવદરકા, અર્જુનનગર, ભારતનગર, વાઘરવા, ચીખલી, સુલતાનપુર, વિજયનગર,  વિશાલનગર, રોહીશાળા, ખાખરેચી, વેળાસર, કુંભારિયા, વેજલપર, મંદરકી, ઘાટીલા, મોરબી શહેર, માળીયા, જસાપર, સોનગઢ, મોટીબરાર, નાનીબરાર, દેવગઢ, મેઘપર, મહેન્દ્રનગર, કૃષ્ણનગર, નાના દહીંસરા, નવી નવલખી, ભાંડકીવાવ, પર-વિવેકાનંદનગર, ચમનપર વિ. ગામોનો બે દિવસ દરમિયાન સંપર્ક કરી અને લોકોને મળી અને સમસ્યાઓ જાણી હતી અને આગામી દિવસોમાં મોરબી વિધાનસભા અને થતા અન્યાય નિવારવા માટે કોંગ્રેસ પક્ષની તરફેણમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મોરબી માળિયા તાલુકાની પ્રજાને આહવાન કરી અને મોરબી શહેરમાં વોર્ડ વાઇઝ ઘેર ઘેર જઈ અને ન્યાય ગેરંટીનું સાહિત્ય વિતરણ કરી અને શહેરી વિસ્તારની સમસ્યાઓ હલ કરવા કોંગ્રેસને સાથ આપવા અનુરોધ કર્યો હતો.  ખાસ કરીને મોરબી વિધાનસભાની દરકાર લેવામાં આવી નથી. ભાજપ પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. માળિયા તથા મોરબી શહેરના આગેવાનો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દીપક પરમાર, દાનાભાઈ બડગા વિગેરે આગેવાનો પણ પ્રવાસમાં જોડાયા હતા એવું જિલ્લા મીડિયા કો ઓર્ડીનેટર ગનીભાઇ કુંભાર  અને ધીરજ ગરવા દ્વારા યાદીમાં જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang