• શનિવાર, 18 મે, 2024

સનાતન-કુળ પરંપરાનો વારસો જાળવવા અપીલ

ભુજ, તા. 4 : ભારતીય નાગરિકતા આપવવાના કાયદા હેઠળ સીમા જાગરણ મંચ દ્વારા 2014 પહેલાં ભારતમાતાના ખોળે આવેલા અને હાલ કચ્છમાં વસતા લોકો માટે ફોર્મ?ભરી ભારતીયતાનું ગૌરવ પ્રાપ્ત કરાવવા મેગા કેમ્પનું આયોજન સીમા જાગરણ મંચ દ્વારા કરાયું હતું. કેમ્પ પ્રાંત કાર્યાલય સીમા જાગરણ મંચ-સેવા સાધના સંચાલિત કુમાર છાત્રાલયે યોજાયો હતો. કાર્યક્રમમાં લાભાર્થી લોકોને આશીર્વચન આપવા માટે સંચાલક હરિ તપોવન ગુરુકુળ રામપર-વેકરા અને સ્વામિનારાયણ મંદિર-ભુજના ટ્રસ્ટી શાત્રી સ્વામી દેવચરણદાસજી, પીથોરાપીરના મહંત મહેન્દ્રસિંહ ડાડા હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્ર પ્રાંત અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કચ્છ વિભાગના સંઘચાલાક હિંમતસિંહ વસણ, સીમા જાગરણ મંચ, પશ્ચિમ કચ્છ જિલ્લા અધ્યક્ષ ખાનજી જાડેજા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત સેવા પ્રમુખ અને સેવા સાધના ટ્રસ્ટના ટ્રસ્ટી નારણભાઈ વેલાણી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કચ્છ વિભાગ કાર્યવાહ રવજીભાઈ ખેતાણી ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. કાર્યક્રમને સંબોધીને શાત્રી સ્વામી દેવચરણદાસજીએ કહ્યું હતું કે, બહુ આનંદની વાત છે કે, ભારત સરકારે પ્રકારે લોકોને પીડામાંથી બહાર કાઢવા માટે મોટો નિર્ણય લીધો અને તમે અનેક કષ્ટો સહન કરીને પણ આપણી સનાતન સંસ્કૃતિને જાળવી રાખી છે. સનાતન અને કુળ પરંપરાનો વારસો આવી રીતે આપતા રહેવા અપીલ કરી હતી. ભુજ સ્વામિનારાયણ મંદિર દરેક પ્રકારની મદદ માટે હંમેશાં તૈયાર રહેશે. ત્યારબાદ નારણભાઈ વેલાણીએ જણાવ્યું કે, વર્તમાન સરકારે સી... કાયદા લાવી જેમાં કચ્છમાં 107 અને દેશભરનાં 18,00,000 લોકો લાભાર્થી બનીને ભારતનું નાગરિકત્વ મેળવશે. સીમા જાગરણ મંચના સંયોજક હિંમતસિંહે જણાવ્યું કે, આપણે આપણા ઈતિહાસમાંથી શીખી અને આગળ વધવાની જરૂર છે. અખંડ ભારત આપણો પરિવાર હતો, દેશના ભાગલા થયા પછી દેશના નેતાઓએ બંધારણમાં જોગવાઈ કરી અખંડ ભારતના લોકોને જ્યારે પણ ભારતની ભૂમિ ઉપર આવવું હશે, ત્યારે તેમને ભારતમાતાના ખોળે આવકારવામાં અને સ્વીકારવામાં આવશે. કબીર મંદિરના મહંત કિશોરદાસજીએ કેમ્પની મુલાકાત લીધી હતી. કેમ્પમાં પ્રથમ દિવસે સ્વયંસેવકો દ્વારા ભુજ, માંડવી, અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના કુલ 54 લાભાર્થીની અરજી, દસ્તાવેજી પુરાવાઓ સહિત માહિતી અપલોડ કરવામાં આવી હતી. અરજી માટે આવેલા લાભાર્થી પરિવારો માટે વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સહાયતા કેન્દ્રને લગતી કોઈપણ પ્રકારની માહિતી કે સહાયતાની અવશ્યક્તા હોય તો મહેશદાન ગઢવી, મો. નં. 99784 07574 ઉપર સંપર્ક કરવા જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang