• શનિવાર, 18 મે, 2024

કચ્છીઓના ભરોસા થકી ફરી ભાજપ જ ચૂંટાશે

ભુજ, તા. 4 : ભા...નો કાર્યકર્તા 365 દિવસ સક્રિય રહીને જનસેવાના વિવિધ પ્રકલ્પોને પરિપૂર્ણ કરે છે. ભા...નો કાર્યકર્તા ક્યારે પણ માત્ર ચૂંટણીલક્ષી, રાજકીય ગતિવિધિઓમાં રચ્યો-પચ્યો રહેતો નથી, પરંતુ સામાજિક જવાબદારીઓનું સતત નિર્વહન કરે છે તેમ જણાવતા કચ્છ લોકસભા ભા...ના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ કહ્યું હતું કે, આજે દેશના દરેક નાગરિકને વિશ્વાસ છે કે દેશ પર કોઈપણ પ્રકારની સમસ્યા આવશે તો તેનો ઉકેલ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે છે. આગામી 25 વર્ષ ભારત માટે અભૂતપૂર્વ વિશ્વાસનાં છે. બધાના પ્રયાસથી ભારત પોતાનાં લક્ષ્ય તેજીથી પ્રાપ્ત કરશે તેમ વડાપ્રધાનની અભિવ્યક્તિ છે. સડક, રેલ, વાયુમાર્ગ, જળમાર્ગ અને બંદરગાહનો વિસ્તાર એજ જેનાથી દેશની પ્રગતિને ગતિ મળે છે.  અબડાસા તથા ભુજ મતવિસ્તારના લોકસંપર્ક પ્રવાસમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલએ જણાવ્યું હતું કે, વિનોદભાઈ ચાવડા નિરંતર પ્રવાસ - લોકસંપર્ક અને લોકપ્રશ્નોના નિરાકરણમાં જાગૃત હોય છે. વર્ષ-2014થી 2024 સુધીના દશ વર્ષમાં તેમણે વિવિધ સ્થાનીય, પ્રદેશસ્તરે અને કેન્દ્ર સરકાર સાથે 19439 લોક પ્રશ્નોને પત્ર દ્વારા વાચા આપી છે. વિનોદભાઈએ અબડાસા તાલુકાના પૈયા, ફુલાય, તલ, તલવાંઢ, લૈયારી, અજોટિયા વાંઢ, મોતીચુર, છારી, વેડહાર, અરલ, ધામાય, ભુજ તાલુકા સુખપર, મદનપુર, માનકૂવા, માધાપર નવાવાસ, માધાપર જૂનાવાસના ગ્રામજનો તથા ભુજમાં સલાટ સમાજ, સમસ્ત જૈન સમાજ અને સમસ્ત રઘુવંશી સમાજના અગ્રણીઓ અને સમાજના લોકો સાથે બેઠક યોજી `િફર એક બાર મોદી સરકાર'ના સંકલ્પને સિદ્ધ કરવા વધુને વધુ મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી વિજયી બનાવવા માટે આહ્વાન કર્યું હતું.  મદનપુર અને સુખપર, તા. ભુજમાં દર્શન કર્યા, માધાપર જૂનાવાસ ગામે મા આશાપુરા માતાજીનાં મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. પ્રવાસ દરમ્યાન જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઈ જોધાણી, મહામંત્રી દિનેશભાઈ ઠક્કર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારૂલબેન કારા, કૌશલ્યાબેન માધાપરિયા, પાર્ટી આગેવાનો સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા. દરમ્યાન વિનોદભાઇએ તેમના વતન સુખપર (રોહા) ખાતે ઇષ્ટદેવ સંત સતાદાદાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા, ત્યારબાદ સુખપર (રોહા), રામપર (પિયોણી), નાના નખત્રાણા, જડોદર અને કાદિયા મોટા ગામે ચૂંટણી પ્રવાસ દરમ્યાન ગ્રામજનો સાથે બેઠક યોજી જનસમર્થન માટે અપીલ કરી હતી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન પટેલ, ઉપપ્રમુખ દક્ષાબેન ઠક્કર, કારોબારી ચેરમેન ઉત્પલસિંહ જાડેજા, આરોગ્ય સમિતિ ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, અબડાસા વિધાનસભા સંયોજક લાલજીભાઇ રામાણી, નખત્રાણા તાલુકા ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ જોડાયા હતા, એવું પક્ષની યાદીમાં જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang