• શનિવાર, 18 મે, 2024

આજે સાંજથી પ્રચાર શાંત, હવે બેઠકોનો દોર

હૃષીકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 4 : ગુજરાતમાં સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધા બાદ હવે લોકસભાની 25 બેઠક માટેની સામાન્ય ચૂંટણીઓ અને વિધાનસભાની 5ાંચ બેઠક માટેની પેટા ચૂંટણીઓ સાતમીના મંગળવારે સવારના સાતથી સાંજના 5ાંચ વાગ્યા સુધીમાં યોજાશે. આ ચૂંટણીની જાહેરાત 16મી માર્ચે કરાયા બાદ 12મી એપ્રિલે તેનું જાહેરનામું બહાર પડયું હતું. રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે 266 અને વિધાનસભાની ચૂંટણી માટે 24 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં આ તમામ ઉમેદવારો દ્વારા રાજ્યની તમામ બેઠકો ઉપર ભરપૂર ચૂંટણી પ્રચાર કરાયો હતો. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ પાટણ અને પ્રિયંકા ગાંધી વાડરાએ વલસાડ અને બનાસકાંઠા બેઠક માટે વિશાળ રેલીઓને સંબોધી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીએ અશોક ગેહલોત પણ ગુજરાતમાં સભાઓ સંબોધી ગયા છે, જ્યારે ભાજપ તરફથી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીથી બીજી સુધીના તેમના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમ્યાન છથી વધુ સભાને ગજવી હતી, તો કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથાસિંહ, નાણામંત્રી નિર્મલા સીતારામન સહિતના રાષ્ટ્રીય સ્ટાર પ્રચારકોએ પણ ભરપૂર પ્રચાર કર્યો હતો. હવે 5ાંચમી મેના રવિવારના સાંજના 5ાંચ વાગ્યા સુધી ચૂંટણી પ્રચાર ચાલુ રહેશે અને 5ાંચ વાગ્યા બાદથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. પાંચમી ના સાંજે ચૂંટણી પ્રચાર શાંત થયા બાદ હવે ચૂંટણીપંચ, રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો માટે ખરી કામગીરી તો શરૂ થશે. દરેક મતવિસ્તાર અલગ-અલગ જાતિ-જ્ઞાતિના લોકાથી બને છે, ત્યારે કોઈપણ ચૂંટણી આ તમામ જાતિ-જ્ઞાતિના સમીકરણોને આધારે જ ચૂંટણી જીતાતી કે લીડ વધતી-ઘટતી હોય છે. આવા સંજોગોમાં ચૂંટણી જીતવા માટે ઉમેદવારો જે-તે જાતિ-જ્ઞાતિના અગ્રણીઓને મળીને, તેમની સાથે બેઠકો યોજીને કે પછી સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને પણ ચૂંટણી જીતવા પ્રયત્નો કરશે. ગત 2014 અને 2019ની  લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ કે મોદી તરફી અસામાન્ય લહેરના કારણે ભાજપને ગુજરાતની તમામ 26માંથી 26 બેઠક પર વિજય પ્રાપ્ત થયો હતો. આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએની 400 પાર અને ભાજપને 370 બેઠક સાથે લોકસભામાં જીતની ભવ્ય હેટ્રીક મારવાનો લક્ષ્યાંક જાહેર કરી દીધો હતો અને તે રીતે જ વડાપ્રધાન મોદી કે ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં રણનીતિને અમલમાં પણ મૂકી હતી. ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટિલે પણ રાજ્યની તમામ બેઠકો 5ાંચ લાખની લીડ સાથે જીતવા આહ્વાન કર્યું હતું. જો કે, આ વખતે રાજકોટમાં ભાજપના ધૂરંધર ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાતાં રાજ્યની ઘણી બેઠકો ઉપર મતદાનમાં અસર થાય તેની ભાજપને ચિંતા જણાય છે, એવી જ રીતે ભાજપના આંતરકલહ, ભાજપના ઉમેદવારો સામે પક્ષમાંથી દેખાયેલા વિરોધને કારણે પણ ભાજપ-મોવડીઓ ચિંતામાં જણાય છે, જ્યારે બીજીબાજુ ગુજરાતમાં શૂન્ય બેઠક સાથે આ વખતે કોંગ્રેસ માટે તો વકરો એટલો નફો-જેવી સ્થિતિ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang