• શનિવાર, 18 મે, 2024

કચ્છ મુંદરા પાંજરાપોળને ટ્રેકટર ટ્રોલીની ભેટ

મુંદ્રા, તા. 4 : અહી આવેલી કચ્છની સર્વપ્રથમ, 161 વરસ જુની  પાંજરાપોળ `શ્રી કચ્છ મુંદરા પાંજરાપોળ અને ગૌશાળાને' શાંતાબેન દામજીભાઈ એન્કરવાલા ચેરિટેબલ ટ્રસ્ટ- મુંબઈ `ના મોવડીઓ અતુલભાઇ તેમજ સંજયભાઈ દામજીભાઈ એન્કરવાલા દ્વારા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી તેમજ મુંદરા પાંજરાપોળના ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણીયાની પ્રેરણાથી માંડવી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અનિરૂદ્ધભાઇ દવેના હસ્તે 6,50,000 રૂ.ની કિંમતનું ટ્રેકટર ટ્રોલી સાથે અર્પણ કરવામાં આવ્યું હતું . પ્રસંગે ધારાસભ્ય શ્રી દવેએ જણાવ્યું હતું કે, જીવદયાનું કાર્ય હોય ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં હાજર રહેવું નૈતિક ફરજ બને છે. પાંજરાપોળની સમગ્ર ટીમ ગાયોની ખૂબ સારી સેવા કરતી હોવાનું કહીને કામોને બિરદાવ્યા હતા તેમજ દામજીભાઈ એન્કરવાલાની વર્ષો સુધી આપેલી સેવાને યાદ કરી હતી તથા ગાયોના નીરણ માટે 11,000 રૂપિયાનું અનુદાન અર્પણ કર્યું હતું. કાર્યના પ્રોજેક્ટ ચેરમેન જૈન યુવા અગ્રણી હિરેનભાઈ સાવલાએ ચુંટણી વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢી ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે, ભાજપ પરિવારની ટીમ તથા નગરપાલિકાની ટીમ ઉપસ્થિત રહેતા સર્વેનો આભાર માન્યો હતો. પ્રમુખ નવીનભાઈ મહેતાએ સંસ્થાની માહિતી આપી હતી. ટ્રસ્ટી તેમજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ કિશોરાસિંહ પરમારે જીવદયા માટે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. પ્રસંગે મુંદરા નગરપાલિકાના નગર અધ્યક્ષા રચનાબેન જોષી, .વી..જૈન મહાજન ભુજ અને સર્વ સેવા સંધ (કચ્છ) ભુજના પ્રમુખ જીગર તારાચંદભાઇ છેડા, મુંદરા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ ઠક્કર, મહામંત્રીઓ ગૌરાંગભાઈ ત્રિવેદી, અરાવિંદભાઈ પટેલ, જીતુભાઈ માલમ, ભુપેન્દ્રભાઈ મહેતા, પ્રણવભાઈ જોષી, પ્રકાશભાઈ પાટીદાર, દિલીપભાઈ ગોર, પ્રકાશભાઈ ઠક્કર,  કરણ મહેતા, લાલુભા પરમાર, શાંતિલાલ મોતા તથા પાંજરાપોળના ટ્રસ્ટીઓ ભોગીલાલ મહેતા, ડાહ્યાલાલ આહિર, શંભુલાલ જોશી, હરિકાંતભાઈ સોનીએ હાજર રહી કાર્યને બિરદાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang