• શનિવાર, 18 મે, 2024

મોથાળાની હોટેલમાં માલિક ગ્રાહકોને પીરસવા ગયા ને ગલ્લામાંથી 12 હજારની ચોરી

ભુજ, તા. 4 : અબડાસા તાલુકાના મોથાળાની જમવાની હોટેલમાં સ્ટાફ કમીના લીધે ગલ્લા પરથી માલિક ગ્રાહકોને પીરસવા જતાં તે દરમ્યાન ગલ્લામાંથી 12 હજાર સેરવાયાની ફરિયાદ નોંધાઈ છે. અંગે વાંકુના વીરભદ્રસિંહ વનરાજસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેની મોથાળા ચાર રસ્તા પાસે જયશ્રી માજીસા નામની જમવાની હોટેલ છે. ગત તા. 2/5ના રાત્રે આઠથી દસ ગ્રાહકો જમવા આવ્યા હતા અને હોટેલમાં કામ કરતા માણસો રજા પર હોવાથી વીરભદ્રસિંહ ગલ્લો મૂકી પીરસવામાં પરોવાયા હતા. દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમે ગલ્લા પર હાથ મારી 12 હજારની ચોરી કર્યાની નલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang