• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

નેત્રામાં ગરબો લાવવાની અનોખી પરંપરા

વિનોદ પલણ દ્વારા : નેત્રા (તા. નખત્રાણા), તા. 17 : રાજાશાહી વખતથી ચાલી આવતી પ્રણાલીકાને નેત્રા ગામના ગરબી મંડળોએ સાચવી રાખી છે. એક સમયે અહીં એક જ ગરબી થતી હતી અને હાલે 13 ગરબી થાય છે. નેત્રા ગામ મઢ જાગીર હેઠળ આવતું હોવાથી અહીં અમાસથી ગરબી ચાલુ થઈ જાય છે. નેત્રા નવરાત્રિ યુવક મંડળ, નેત્રા પાટીદાર યુવક મંડળ અને મહિલા મંડળ વાજતે-ગાજતે જોગમાયા માતાજીના મંદિરે ગરબો લેવા જાય છે. અહીં માતાજીની આરતી કરાય છે. ત્યારબાદ માતાજીના પૂજારી પાસેથી સંચાલકો ગરબા લઈ પ્રથમ જોગમાયા ચોકમાં તમામ લોકો રાસ રમે છે. અહીં ગાયક હેમુભાઈ મંગલદાસ સાધુ દુહા-છંદ અને ગરબાની રમઝટ બોલાવે છે. ત્યારબાદ રમતા-રમતા પોતાના ગરબી ચોકમાં પહોંચે છે. અહીં ભૂદેવો દ્વારા માતાજીનું પૂજન થાય છે અને ત્યારબાદ ગરબી ચાલુ થાય છે. દુહા-છંદ, ગરબા સંગાથે રાસ બાદ દાંડિયારાસ શરૂ કરવામાં આવે છે. પ્રથમ ગામમાં એકમાત્ર નવરાત્રિ યુવક મંડળ ગરબી હતી, જેને આજે 106 વર્ષ થયાં છે.  હાલે ગામમાં 13 ગરબી થાય છે. જોગમાયા માતાજી મંદિરે પણ ગરબી થાય છે અને આઠમના હવનનું આયોજન કરાય છે, જેની  વ્યવસ્થા પૂજારી અરવિંદ કાપડી, હેમુભાઈ સાધુ વગેરે સંભાળે છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd