રવાપર (તા. નખત્રાણા), તા. 17 : કચ્છની કુળદેવી
મા આશાપુરાના માતાના મઢ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પરંપરા મુજબ મુંબઈથી તૈયાર થયેલા
ગરબાને માતાના મઢ જાગીર અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીને રવાપર મહાકાલી મિત્રમંડળ
મુંબઈ પરિવાર દ્વારા મંડળના નીલેશભાઈ ચંદન, તુલસીદાસ ચંદન, રામજીભાઈ ચંદન, ચેતનભાઈ ચંદન, પ્રદીપભાઈ ચંદન, ઘનશ્યામ ચંદન દ્વારા ગરબો અર્પણ કરાયો હતો. પ્રથમ વખત નેત્રા જોગમૈયા મહિલા
મંડળ દ્વારા આયોજિત નવરાત્રિને મહાકાળી મિત્ર મંડળ મુંબઈ પરિવાર દ્વારા જિ.પં. સભ્ય
નેહા અશ્વિન રૂપારેલ દ્વારા મંડળના નીતાબેન ભગવાનદાસ જોશીને મંદિર ખાતે પૂજારી અરવિંદભાઈ
કાપડી દ્વારા પૂજન કરી અર્પણ કરાયો હતો. આ પ્રસંગે તા.પં. સભ્ય અશ્વિન રૂપારેલ,
ગરબી મંડળના ભગવાન જોશી, હરિભાઈ લુહાર,
કાંતિભાઈ વાળંદ, હેમંતભાઈ સાધુ સહિત આગેવાનો-કાર્યકરો
હાજર રહ્યા હતા.