• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

ભવ્ય `વ્યાપાર ઉત્સવ '26ને એક દિ' બાકી

મુંબઈ, તા. 30 : વ્યાપારને પ્રોત્સાહન ઉદ્દેશથી જૈન યૂથ ફોરમ (જેવાયએફ) અને કચ્છમિત્રના સંયુક્ત ઉપક્રમે ભવ્ય `વ્યાપાર ઉત્સવ-26'નું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈમાં વસતા કચ્છીઓ અને ઉત્સવપ્રિય પરિવારો માટે આ ઉત્સવ એક ઉત્તમ મિલનકેન્દ્ર બનશે. આગામી 2થી 4 ઓક્ટોબર-2026 દરમિયાન દરરોજ સવારે 10થી રાત્રે 8 વાગ્યા સુધી વરલીના નેહરુ સેન્ટર ખાતે યોજાનાર આ મહોત્સવમાં મનોરંજન, હાસ્ય, સેમિનાર તેમજ વર્કશોપની સાથે 150થી વધુ સ્ટોલ્સનું ભવ્ય આકર્ષણ જોવા મળશે. વેપારીઓની એકતા, ઉદ્યોગ સાહસિકતા અને ઉત્સાહના આ મહાપર્વ `વ્યાપાર  ઉત્સવ'માં પરિવાર અને મિત્રો સાથે અચૂક પધારવા હાર્દિક નિમંત્રણ છે. મારૂ હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ વ્યાપાર ઉત્સવમાં ખરીદીની સાથે-સાથે મુલાકાતીઓની તંદુરસ્તીનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં મારૂ હોસ્પિટલના ટ્રસ્ટી લક્ષ્મીચંદ વોરા (આરટીઓ)ના વિશેષ સહયોગથી તમામ મુલાકાતીઓ માટે તદ્દન ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં બ્લડ પ્રેશર, વજન-ઊંચાઈ (બીએમઈ) અને પલ્સ રેટની તપાસ કરવામાં આવશે. આ સાથે જ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ (સીબીસી) અને બ્લડ શુગર (રેન્ડમ/ફાસ્ટિંગ) ટેસ્ટ પણ બિલકુલ નિ:શુલ્ક કરવામાં આવશે. - એક્યુપ્રેશર થેરાપી : પ્રીતિ સાવલા દ્વારા એક્યુપ્રેશર એન્ડ એક્યુપંક્ચર થેરાપી દ્વારા ફ્રી ચેકઅપ અને ઇન્સ્ટન્ટ રાહત પૂરી પાડવામાં આવશે, જેનાથી વર્ષો જૂના દર્દ, તણાવ મુક્તિ, સારી ઊંઘ અને ઊર્જા વધારવામાં વિશેષ મદદ મળશે. - આકર્ષક ઇનામો અને ગિફ્ટ્સની સુવર્ણ તક : આ ઉત્સવમાં મુલાકાતીઓ માટે આકર્ષક ઇનામો અને ગિફ્ટ્સની સુવર્ણ તક પણ રહેલી છે. ઉત્સવની મુલાકાત લો અને દરરોજ યોજાનાર લક્કી ડ્રોમાં 10 ગ્રામ સોનું જીતવાની તક મેળવો. સાથોસાથ, ઉત્સવમાં પધારનાર પ્રત્યેક મુલાકાતી માટે રૂા. 200ની ફ્રી ગિફ્ટ પણ રાખવામાં આવી છે (સ્ટોક રહે ત્યાં સુધી). - તમામ મુલાકાતીઓ માટે તદ્દન ફ્રી આર્ટ એન્ડ ફન ઝોન : મુલાકાતીઓના મનોરંજન અને આર્ટના શોખ માટે તદ્દન ફ્રી આર્ટ એન્ડ ફન ઝોન પણ ઉપલબ્ધ રહેશે, જેમાં મિનિમલિસ્ટ, અરેબિક, બ્રિસ્ટ કફ અને મંડલા ડિઝાઇન્સ જેવી મહેંદી, મિનિમલિસ્ટ, એસેન્ટ, ક્રોમ ગ્લેઝ અને નેગેટીવ સ્પેસ ડિઝાઇનવાળું નેઇલ આર્ટ તેમજ ફાઇન-લાઇન સિમ્બોલ્સ, ઇનિશિયલ અને જ્યોમેટ્રિક કફ્સ સાથે ટેટૂ મેકિંગની સુવિધા તમામ મુલાકાતીઓ માટે બિલકુલ ફ્રી રહેશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd