• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

માંડવીમાં ભારત કો જાનો અંતર્ગત પ્રશ્નમંચના વિજેતાઓને પુરસ્કૃત કરાયા

માંડવી, તા. 26 : ભારત વિકાસ પરિષદની અહીંની શાખાના સંસ્કાર વિભાગના રાષ્ટ્રીય પ્રકલ્પ ભારત કો જાનો અંતર્ગત આયોજિત પ્રશ્ન મંચમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિજેતા અધ્યેતાઓને પુરસ્કૃત કરાયા હતા. શિશુ વાટિકામાં સવારે ભારત કો જાનો રાષ્ટ્રીય પ્રકલ્પના બીજા તબક્કામાં પ્રશ્ન મંચનું આયોજન શાખા અધ્યક્ષા જયાબેન ગણાત્રાના અધ્યક્ષ સ્થાને કરાયું હતું. મુખ્ય મહેમાન તરીકે વીરાયતનના હેડ ઓફ પબ્લિકેશન રિતુબેન જૈન, અતિથિ વિશેષ અંધ અપંગ સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ શાહ, શિશુ વાટિકાના આચાર્યા ગીતાબા રાઠોડ રહ્યા હતા. પ્રેરક ઉપસ્થિતો તરીકે પ્રાન્તના ઉપપ્રમુખ ડો.કે.જી.વૈષ્ણવ, પ્રાન્તના ગુરુ વંદન છાત્ર અભિનંદના પ્રકલ્પના સંયોજક કૈલાસભાઈ ઓઝા, પ્રાન્તના મીડિયા સહ કન્વીનર ઉદયભાઈ ધકાણ તથા પ્રકલ્પ સંયોજિકા મધુબેન નાકર રહ્યા હતા. આમંત્રિતોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માંડવી નગરના સંઘચાલક શાંતિલાલ ગણાત્રા, હિરજીભાઈ કારાણી જોડાયા હતા. સંચાલન સુજાતાબેન ભાયાણી એ કર્યું હતું. ક્વિઝ માસ્ટર તરીકે પ્રો. સ્મિત ઠકકર તથા ડો. પારૂલબેન ગોગરી સેવા આપી હતી. રમેશભાઈ થલેશ્વર તથા અપર્ણાબેન વ્યાસે સ્કોરર તરીકે ફરજ બજાવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd