• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

ભુજમાં રામદેવપીર મંદિરે લોકદેવ જયંતીની ઉજવણી

ભુજ, તા. 24 : શહેરના સરપટ નાકા બહાર શિવનગરમાં આવેલા રામદેવપીરના મંદિરે લોકદેવની જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિને સવારે જયશ્રીબેન પ્રકાશ ગોરના નિવાસસ્થાનેથી ધ્વજા-વાઘાની શોભાયાત્રા મંદિરે આવી હતી. જગ્યાના ગાદીપતિ બિપિનભાઇ પેથાણીએ સ્વાગત કર્યું હતું. ધ્વજારોહણ બાદ બીજા દિવસે સમીસાંજે સૂરસંગમના કલાકાર હર્ષદ અને હેતલ ગોરના સંગાથે રાસોત્સવ-મહાઆરતી યોજાઇ હતી. મોટી સંખ્યામાં ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ઘોરની રકમ ઉપરાંત ધવલભાઇ વલુભાઇ પેથાણી તરફથી રૂા. 25 હજારનો આર્થિક સહયોગ મંદિર વિકાસાર્થે અપાયું હતું. મહાપ્રસાદના આયોજનમાં દાતાઓ સહયોગી બન્યા હતા. નવનિર્મિત લોખંડી શેડની સુવિધા વધારાઇ હતી. મંદિર પરિસરની જમીન સમથળ તેમજ આવનારા દિવસોમાં ઇન્ટરલોક પાથરવા માટે અંબાલાલ મોતા અને ભરત મોતાએ સહયોગ માટે તત્પરતા વ્યક્ત કરી હતી. યુવા ભાવિકો દ્વારા પૂજારી અજયભાઇના નેતૃત્વ હેઠળ રૂા.21 હજારના ખર્ચે બનેલા રામાધણીના નામના નવા ઇલે. બોર્ડને ખુલ્લું મુકાયું હતું. સંચાલન વસંત અજાણીએ કર્યું હતું. ગાદીપતિ બિપિનભાઇએ સૌને આવકાર્યા હતા. મછુવાદાદા સેવા સમિતિ ટ્રસ્ટના ભાઇ-બહેનોએ વ્યવસ્થામાં જહેમત ઉઠાવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd