• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

ભૂકંપમાંથી ઉભા થયેલા કચ્છીઓઁના અદમ્ય સાહસથી સાંસદો અભિભુત

ભુજ, તા. 25 : સંસદીય સ્થાયી સમિતિના લોકસભા અને રાજ્યસભાના 7 સાંસદો કચ્છની મુલાકાતે આવ્યા છે. ભુજમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયની મુલાકાત લઈ ગોઝારા ભૂકંપ થપાટ બાદ ઉભા થયેલા કચ્છી માડુઓના અદમ્ય સાહસથી અભિભુત થયા હતા. સમિતિના ચેરપર્સન બ્રિજલાલજીની આગેવાનીમાં આવેલા સાંસદોએ સ્મૃતિવન મ્યુઝીયમની અત્યાધુનિક ગેલેરીનું નિરીક્ષણ કર્યું હતું. સાંસદોએ પૃથ્વીનું ગ્લોબલ મોડેલ, વિઝ્યુઅલ ડિસ્પ્લે રૂમ અને કચ્છની સમૃધ્ધ કલા, સંસ્કૃતિને ઉજાગર કરતા વિભાગોને નિહાળ્યા હતા. ભૂકંપની એ ગોઝારી ઘટના બાદ રાખમાંથી બેઠા થયેલા કચ્છના લોકોનું અદમ્ય સાહસ અને અડગ મનોબળ જોઈને સાંસદો પ્રભાવિત થયા હતા. તેઓએ આ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્મારકની જાળવણી, આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અને તેમાં વણાયેલી જીવંત લાગણીઓના સમન્વયની પ્રશંસા કરી હતી. આ અવસરે લાયઝન ઓફિસર,  ઉચ્ચ અધિકારીઓ વગેરે સહયોગી બન્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd