ભુજ, તા. 25 : જ્યાં સેવા છે ત્યાં દેવત્વ
છે, આ વિચારને જીવંત રાખતાં ભુજ લોહાણા મહાજનના
સહકારથી લાયન્સ હોસ્પિટલ-ભુજ દ્વારા વિનામૂલ્યે નેત્રમણિ (મોતિયા) તથા નેત્રનિદાન તા.
24ના 29મા કેમ્પનું આયોજન કરાયું હતું. મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ
ચંદે, ઉપપ્રમુખ હરેશભાઈ કતિરા, મંત્રી કમલભાઈ કારીઆ, ખજાનચી હિતેશભાઈ ઠક્કર,
આરોગ્ય સમિતિ ચેરમેન ચિંતન ઠક્કર, ચેતનભાઈ બારુ,
હર્ષદભાઈ (હકી) ઠક્કર, મીતભાઈ પૂજારા, ધીરેનભાઈ ઠક્કર, ગૌતમભાઈ શેઠિયા, હેમંતભાઈ પલણ, ભૂપેન્દ્રભાઈ ઠક્કર, જયેશભાઈ ઠક્કર, મૂળરાજભાઈ ઠક્કર, ધીરજભાઈ ઠક્કર, હરેશભાઈ ઠક્કર, ધર્મેન્દ્રભાઈ ચંદે, દિલીપભાઈ ઠક્કર, ધાર્મિકભાઈ જોબનપુત્રા, પ્રાણલાલભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા
હતા. ડોક્ટરોની ટીમ દ્વારા 27 દર્દીની આંખોની તપાસ કરી આઠ દર્દીના વિનામૂલ્યે નેત્રમણિ (લેન્સ)
બેસાડવાના ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું. સાથે જ દર્દીઓને જરૂરી દવાઓનું પણ નિ:શુલ્ક
વિતરણ કરાયું હતું. લાયન્સ હોસ્પિટલના સ્ટાફ દ્વારા સંજય ભાટી તથા અલ્પેશભાઈ ઠાકોરે
સેવા આપી હતી. ઉપસ્થિતો માટે જગદીશભાઈ (પપુભાઈ) ઠક્કર દ્વારા ચા-નાસ્તાની વ્યવસ્થા
કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, દર મહિનાના
ચોથા ગુરુવારે આવા નેત્રમણિ કેમ્પનું નિયમિત સર્વે જ્ઞાતિ માટે આયોજન કરવામાં આવે છે.