• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

કચ્છના પ્રવાસીઓને બે નવી એસ.ટી. બસની રક્ષાબંધનની મળેલી ભેટ

ભુજ, તા. 27 : કચ્છ એસ.ટી. વિભાગને તાજેતરમાં બે નવીનકોર બસ ફાળવીને પ્રવાસી જનતાને રક્ષાબંધનની ભેટ મળી છે, આ પ્રસંગે ભુજ-વિસનગર અને ભુજ-ખેડબ્રહ્મા રૂટની બે બસને ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે લીલીઝંડી દેખાડીને પ્રસ્થાન કરાવાયું હતું. નવા ભુજ બસપોર્ટ પર યોજાયેલા આ કાર્યક્રમ પ્રસંગે બસને પ્રસ્થાન કરાવતી વખતે ધારાસભ્ય કેશુભાઈએ કહ્યું હતું કે, કચ્છ જિલ્લામાં એસ.ટી. બસનું વિશાળ નેટવર્ક છે, ત્યારે લોકોને સારી સુવિધાનો લાભ મળે તેવી રાજ્ય સરકારની નેમ છે, તેમણે આ પ્રસંગે ખુશી દર્શાવતાં ઉમેર્યું હતું કે, એસ.ટી. વિભાગનો લોકો વધુને વધુ લાભ લે. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને નગરસેવકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાજેમાં સુધરાઈ પ્રમુખ શીતલભાઈ શાહ, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઇ ઠક્કર, શહેર ભાજપ મહામંત્રી જિગરભાઇ શાહ, સુધરાઈ કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, સુધરાઈ દંડક રૂપલબેન ચાવડા, જયંતભાઈ ઠક્કર, અનિલ છત્રાડા, રચનાબેન શાહ, બિંદીબેન ભાટી, પ્રશાંત ગોસ્વામી, જીતુભા ઝાલા, હિતેશ ગણાત્રા વિગેરેએ હાજર રહી અને પ્રવાસીઓને શુભેચ્છા આપી હતી. એસ.ટી.નો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.

Panchang

dd