• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

સરહદે સાંસદ દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો

ભુજ, તા. 27 : રક્ષાબંધન નિમિત્તે કચ્છ લોકસભા દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાએ સરહદના જવાનો સંગ અબડાસા તાલુકાના અકરી બીએસએફ કેમ્પ ખાતે ભાજપ મંડલ, સંગઠન સ્નેહી બહેનો સાથે જઇ `સાંસદ સરહદ રક્ષાબંધન' તહેવારની ઉજવણી કરાઈ છે. ભારત તહેવારોનો દેશ છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઊજવીએ છીએ તેમાં પણ ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધનના દિવસે બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધીને આશિષ આપે છે અને ભાઈ બહેનના સુખ-દુ:ખમાં સહભાગી થવાનું વચન આપે છે. તેમ જણાવતાં સાંસદ વિનોદભાઇએ જણાવ્યું હતું કે, પવિત્ર દિવસને બળેવ તરીકે પણ ઓળખાય છે. આ પવિત્ર દિને બ્રાહ્મણો જનોઇ બદલે છે. માછીમારો દરિયાદેવની પૂજા કરે છે. આપણી અને આપણા મા-ભોમની રક્ષા કરતા સરહદના સંત્રીઓ પણ કોઈ બહેનના ભાઇ છે. રક્ષાબંધનના વતનથી દૂર, બિહામણા રણપ્રદેશ, દરિયા કિનારે અથવા સરહદે સતત હાજર રહી સરહદના સંત્રીઓને તેમના દિલને પણ ઓછું ન લાગે માટે દર વર્ષે લોકપ્રતિનિધિઓ સંગઠન અને સાથી મિત્રો સાથે વિવિધ બોર્ડર -ચેકપોસ્ટ પર જઇ તેમના ખમીર, સેવા અને સુરક્ષાને બિરદાવી સાથે આવેલ બહેનો દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી રક્ષાસૂત્ર બાંધી તેમને આશિષ પાઠવવામાં આવે છે. અકરી કેમ્પના જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી. તેમજ દરેક જવાનોનું મીઠાઇના બોક્ષ વડે સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોમાં સી.ઓ. અકરી બી.એસ.એફ. કેમ્પ વતી કમાન્ડન્ટ જગબીરાસિંહ બદવાર, ડેપ્યુટી કમાન્ડન્ટ રાકેશપતિ કુશવાહા, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ આશિષકુમાર વર્માએ આવકાર આપી જવાનોનો પરિચય આપ્યો હતો. સાંસદે જવાનોને બિરદાવ્યા હતા. આગેવાનો મહાવીરાસિંહ જાડેજા, જયેન્દ્રાસિંહ જાડેજા, જયદીપાસિંહ જાડેજા, વસંતભાઈ વાઘેલા, ચંદનાસિંહ રાઠોડ, પરેશભાઈ ભાનુશાલી, ગોપાલભાઈ ગઢવી, હરાસિંહ રાઠોડ, જયંતીભાઈ સેંઘાણી, નરેન્દ્રાસિંહ જાડેજા, અનિરુદ્ધાસિંહ જાડેજા, નીતિન પટેલ, ગોકુળભાઈ ડાંગર, શૈલેશ ચૌહાણ, મનીષ બારોટ, મોહન ચાવડા, રાજુભાઇ સરદાર, યુગરાજાસિંહ સરદાર, કમલ ગઢવી, નરેશ મહેશ્વરી, પ્રકાશ મહેશ્વરી, હિતેશ ગોસ્વામી, વિરમ આહીર, મયૂરાસિંહ જાડેજા, જયંત ઠક્કર, યોગેશ ત્રિવેદી, અલ્પેશ  પટેલ, અનુભા જાડેજા, ચેતન ઠક્કર, રાજુભાઇ રબારી, રાજેશ રબારી ઉપસ્થિત રહ્યા હતા. પારૂલબેન કારા, લક્ષ્મીબેન ખેતાણી, નયનાબેન પટેલ, જાગૃતિબેન ઠક્કર, નીતાબેન ઠક્કર, ઇલાબેન ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd