કુલદીપ દવે દ્વારા : ગાંધીધામ, તા. 27 : વૈશ્વિક ફલક ઉપર છવાયેલાં સરહદ
મુલક કચ્છ જિલ્લામાં રોકાણકારોએ અગ્રતાના ધોરણે
પસંદગી ઉતારી છે, જેને કારણે
જિલ્લામાં માતબર રકમનું ઔદ્યોગિક રોકાણ આવ્યું છે. હજુ પણ અનેક રોકાણ પ્રગતિમાં છે.
દેશના અગ્રહરોળના કંડલા -મુંદરા પોર્ટના ધમધમાટ વચ્ચે તુણા પાસે ડીપી વર્લ્ડનું નવું
પોર્ટ આકાર લઈને રહ્યંy છે. બંદરીય
વિકાસની સુનામીથી અનેક નવા પ્રકલ્પો આવે છે. ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં નવા કન્ટેનર
ફ્રેઈટ સ્ટેશન(સીએફએસ) નિર્માણની ગતિવિધિ ચાલતી હોવાના અહેવાલ સાંપડયા હતા.
ડીપી વર્લ્ડથી વિકાસની સુનામી
ડીપી વર્લ્ડના નવા પોર્ટ નિર્માણનું કામ ચાલી રહ્યંy છે. અહીં દરિયાઈમાં ઉંડાઈ વધુ મળવાથી મોટી
સંખ્યામાં કન્ટનેરો સાથે મોટા જહાજો લાવી શકાશે. આ પોર્ટ શરૂ થવાની સાથે કચ્છના વિકાસની
ગતિ વેગવંતી બનશે. કચ્છના લોકોએ ક્યારેય કલ્પના ન કરી હોય તે પ્રકારના વિકાસના નવા આયામો ઉમેરાશે તેવુ
જાણકારોએ જણાવ્યું હતું.
રોકાણકારોએ ધ્યાન કેન્દ્રિત કર્યું
બંદરીય વિકાસને કેન્દ્રમાં
લઈને અનેક રોકાણકારોએ આ દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કચ્છના પ્રથમ મહાનગરનો
નવો વિકાસ પણ અંતરજાળ અને શિણાય માર્ગે થઈ રહ્યો છે. આ માર્ગ થકી અનેક રહેણાંક સોસાયટીનો
વિકાસ થયો છે. નવા પોર્ટ આધારિત વિકાસ પણ આ દિશામાં થશે.
પાંચથી 10 નવા સીએફએસ
ધમધમશે
શિપિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા માહિતગારોએ જણાવ્યું હતું કે, તુણા પોર્ટને અનેક રોકાણકારોએ મોકાની જગ્યાની
ખરીદી કરી છે. શિણાયથી મુંદરા માર્ગ ઉપર ખાનગી
જમીનોમાં અંદાજિત 5ાંચથી 10 નવા સીએફએસ આકાર પામશે.
તેમાં ત્રણથી 5ાંચની મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી
છે.
કન્ટેનર સંગ્રહ ક્ષમતા વધશે
સીએફએસથી આ વિસ્તારમાં કન્ટેનર સંગ્રહ ક્ષમતા વધશે. આ સ્ટેશનોમાં ગોડાઉન
સહિતની સવલતો ઊભી થશે તેમજ અહીં દેશ-વિદેશમાં જતા કાર્ગોને કન્ટેરોમાં ભરવા
અને ખાલી કરવામાં આવશે. એક સીએફએસમાં ઓછામાં ઓછા 1200થી 1500 કન્ટેરની
સંગ્રહ કરવાની ક્ષમતા હશે. હજુ અનેક રોકાણકારો સીએફએસ બનાવવા આ ક્ષેત્રના તજજ્ઞો પાસે માહિતી મેળવી મનોમથંન કરી રહ્યા હોવાની પણ
વિગતો મળી હતી. નવા સીએફએસ તળે માતબર રકમનું
રોકાણ વધશે.
બંદરીય સુનામી સામે
માળખાંકીય સુવિધાની બાબતમાં ગતિવિધિ નહીં જેવી
નોંધપાત્ર છે કે, ગાંધીધામના આજુબાજુના વિસ્તારમાં બંદરીય વિકાસની સુનામી સામે હજુ વહીવટીતંત્ર
અને સ્થાનિક પ્રજાકીય પ્રતિનિધિઓએ ખાસ ધ્યાન
કેન્દ્રિત ન કર્યું હોવાનું હાલની સ્થિતિએ લાગી રહ્યંy છે. દેશનો 25થી 30 ટકા કાર્ગો કંડલા-મુંદરા પોર્ટથી હેન્ડલ કરવામાં આવે છે. તેવામાં
નવાં પોર્ટના વિકાસ સાથે કચ્છની કાર્ગોની હેન્ડલિંગની ક્ષમતા પણ વધશે. પરિણામે માર્ગ
ઉપર કન્ટેર લઈને અવરજવર કરતાં વાહનોની સંખ્યા પણ વધશે. ભારે વાહનોના ટ્રાફિકને પહોંચ
વળવા માટે કોસ્ટલ હાઈવે કે અન્ય વૈકલ્પિક માર્ગની
વ્યવસ્થા કરવી એ સમયની તાતી જરૂરિયાત છે. અન્યથા
આ વિસ્તારના લોકોને અનેક પ્રકારની હાલાકી વેઠવી પડશે.
રાષ્ટ્રના વિકાસમાં કચ્છનું યોગદાન વધશે
ઉદ્યોગકારોએ વધુમાં ઉમેર્યું હતું કે, પોર્ટ શરૂ થવાની સાથે રોજગારીની અનેક તકો સર્જાશે,
જેને લઈને સ્થાનિકે પ્રત્યેક્ષ અને પરોક્ષ રોજગારી વધશે. એકંદરે દેશ અને રાજ્યના વિકાસઆંકમાં કચ્છનું યોગદાન નોંધપાત્ર
છે, ભવિષ્યમાં પણ વધશે.