• મંગળવાર, 07 જુલાઈ, 2026

વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા હાકલ

ભુજ, તા. 6 : ભારતીય જનતા પાર્ટીની મૂળભૂત રાષ્ટ્રવાદ વિચારધારા, શિસ્ત, સમર્પણના સંકલ્પ સાથે ભુજ તાલુકા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત વર્ગ યોજાયો હતો. પ્રારંભે દીપપ્રાગટ્ય કરી પ્રશિક્ષણ વર્ગને ખુલ્લો મુકાયો હતો. ભુજ તાલુકા ભાજપના પ્રમુખ અશોકભાઈ બરાડીયા દ્વારા આવકાર અપાયો હતો. આ પ્રસંગે જીલ્લા ભાજપના પ્રભારી ફલજીભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી માટે રાજનીતિ એ સત્તા મેળવવાનું સાધન નથી, પરંતુ રાષ્ટ્ર સેવાનું માધ્યમ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ 2047માં વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે તે માટે કાર્યકર્તાઓને કટિબદ્ધ રીતે કામે લાગી જવા કહ્યું હતું. કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદએ જણાવ્યું હતું કે આપણું શિસ્ત અને આપણી નૈતિકતા જ આપણી સાચી ઓળખ છે તમામ કાર્યકર્તાને સજ્જ થઇ આવનારા સમય માં ભારત ને વિકસિત બનવા આહવાન કર્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે આપણી મહેનત એ જ આ સંગઠનનો પાયો છે તો એક તાંતણે બંધાઈને, પક્ષના આદેશોનું પાલન કરી અને આવનારી પેઢીને એક સશક્ત, આત્મનિર્ભર અને અખંડ ભારતની ભેટ આપવાનો સૂર વ્યક્ત કર્યો હતો. પ્રશિક્ષણ વર્ગમાં ભીમજીભાઈ જોધાણી, હિતેષભાઇ ખંડોલ, આણંદાભાઈ આહીર, પ્રવીણભાઈ પિંડોરિયા, હરેશભાઇ ભંડેરી, લક્ષ્મીબેન ખેતાણી, વિકાસભાઈ રાજગોર, પારૂલબેન કારા વિ.ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસીય વર્ગ દરમિયાન વૈચારિક અને સૈદ્ધાંતિક અધિષ્ઠાન, સોશીયલ મીડિયા, ભાજપનો ઈતિહાસ, કાર્યપધ્ધતિ, બૂથ પ્રબંધન, કેન્દ્ર / રાજ્ય સરકારની ઉપલબ્ધીઓ, કાર્યવિસ્તારની દ્રષ્ટિ જેવા વિષયો પર સાત સત્ર યોજાયા હતા. સત્રોના વક્તા તરીકે દિલીપભાઈ ત્રિવેદી, વરૂણભાઇ ઠક્કર, દેવરાજભાઈ ગઢવી, રાહુલભાઈ ગોર,મોમાયાભાઈ ગઢવી, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, આણંદાભાઈ આહીરે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સત્ર અધ્યક્ષ તરીકે માતાના મઢ જાગીરના કાયમી ટ્રસ્ટી વિનોદભાઈ સોલંકી,માનવ જ્યોત સંસ્થાના પ્રબોદભાઈ મુનવર, જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી સતીષભાઈ છાંગા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વાલુબેન મંગેરિયા, કચ્છ જિલ્લા કિસાન સંઘના પૂર્વ પ્રમુખ વેલજીભાઈ ભુડીયા, હેમુદાનભાઈ ગઢવી, દિનેશભાઈ શશીકાંતભાઈ ઠક્કર વગેરે મંચસ્થ રહ્યા હતા. સત્રનું સંચાલન અશોકભાઈ બરાડીયા, દિનેશભાઈ ઠક્કર, લાલજીભાઈ વાઘાણી, દિપકભાઈ ડાંગર, કીર્તનભાઈ પોકાર, સુરેશભાઈ છાંગા, વિનેશ ચાડ વિ.એ કર્યું હતું.

Panchang

dd