લંડન, તા. 6 : મહિલા ટી-20 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાએ તેનો
દબદબો જાળવી રાખીને સાતમીવાર ટ્રોફી કબજે કરી છે. સોફી મોલિન્યૂક્સની કપ્તાનીમાં
ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા મહિલા ટીમનો ઇંગ્લેન્ડ સામે 7 વિકેટે સરળ વિજય થયો
હતો. ઓસ્ટ્રેલિયાએ પહેલીવાર 2010માં મહિલા ટી-20 વિશ્વકપ ટ્રોફી જીતી
હતી. આ પછી 2012, 2014,
2018, 2020, 2023 અને 2026માં ચેમ્પિયન બની છે. વિજેતા
ઓસ્ટ્રેલિયા ટીમને વર્લ્ડ કપ ટ્રોફી સાથે 22.7પ કરોડ રૂપિયાનું આઇસીસી તરફથી
ઇનામ મળ્યું હતું. ઉપવિજેતા ઇંગ્લેન્ડ ટીમને 11 કરોડ મળ્યા હતા.