નવી
દિલ્હી,
તા. 6 : ઈરાને દિવંગત સુપ્રીમ લીડર અયાતુલ્લાહ સૈયદ અલી
ખોમેનીના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ભારતનો આભાર માન્યો હતો. ભારતમાં
ઈરાનના દૂતાવાસે સરકારના નિર્ણયને પરસ્પર સન્માનની મજબૂત અભિવ્યક્તિ ગણાવી હતી. દૂતાવાસે
કહ્યું હતું કે દફનવિધિમાં ભારતનું સામેલ થવું બન્ને દેશ વચ્ચેના ઐતિહાસિક અને
સાંસ્કૃતિક સંબંધોને બતાવે છે. ભારતના એક ઉચ્ચ સ્તરના પ્રતિનિધિમંડળે અયાતુલ્લાહ
સૈયદ અલી ખોમેનીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રતિનિધિમંડળમાં બિહારના રાજ્યપાલ
લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) સૈયદ અતા હસનૈન અને વિદેશી રાજ્ય મંત્રી પબિત્રા
માર્ગેરિટા સામેલ હતા. આ ઉપરાંત કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ, જમ્મુ કાશ્મીરનાં પૂર્વ સીએમ મહબુબા મુફ્તી તેમજ ભારતના શીખ, હિંદુ, મુસ્લિમ અને ઈસાઈ ધર્મગુરુઓએ પણ શ્રદ્ધાંજલિ
આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક લાંબી પોસ્ટમાં ભારતમાં ઈરાનના
દૂતાવાસે ભારતીય સમુદાયનો આભાર માન્યો હતો. દૂતાવાસે કહ્યું હતું કે, ઈરાન મિત્રતા, સંવેદના અને દિલથી અપાયેલા સન્માનના આ
મૈત્રિપૂર્ણ કદમને ક્યારેય ભૂલશે નહીં. આ માટે દૂતાવાસે ભારતનો આભાર માન્યો હતો.