ભુજ/ગાંધીધામ, તા. 6 : નખત્રાણા તાલુકાના
નાગલપરની સીમમાં તલાવડીની બાજુમાં ગંજીપાના વડે જુગાર રમતા છ આરોપીને રૂા. 1,86,120ના મુદ્માલ સાથે એલસીબીએ ઝડપી લીધા હતા. જ્યારે બે
ખેલી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ આદિપુરમાં પત્તા ટીંચતા બે ખેલીની પોલીસે
અટક કરી છે. ગઇકાલે નખત્રાણા તાલુકા વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે
બાતમી મળી કે, નાગલપર ગામની
ઉત્તર સીમમાં તલાવડી પાસે બાવળોની ઝાડીમાં જુગાર રમાઇ રહ્યો છે. આથી દરોડો પડાતા ગંજીપાના
વડે જુગાર રમતા ધર્મેશ લક્ષ્મણગિરિ ગોસ્વામી, જીજ્ઞેશ દિનેશભાઇ
ઠક્કર, હારૂન જુમા કુંભાર, રમજુ ઉમર આરબ,
કરીમ આદમ કુંભાર અને લક્ષમણ કાનજી વાઘેલા (રહે. તમામ નખત્રાણા)ને ઝડપી
લીધા હતા. જ્યારે સાજન ભચુ ચાકી, સુલેમાન ઉર્ફે કારો કુંભાર
(રહે. બન્ને નખત્રાણા) પોલીસને જોઇ નાસી છૂટયા હતા. આ ગણના પાત્ર જુગારના દરોડામાં
એલસીબીએ રોકડા રૂા. 15,120, છ મોબાઇલ કિ. રૂા.
26,000, સાત ટુ વ્હીલર કિ. રૂા. 1,45,000 એમ કુલ્લે રૂા. 1,86,200નો મુદ્માલ કબજે લઇ આઠે આરોપીઓ વિરુદ્ધ નખત્રાણા પોલીસ
મથકે ગુનો દાખલ કરાવી કાર્યવાહી કરાઇ હતી. બીજી તરફ આદિપુરમાં ગઇકાલે પોલીસે કાર્યવાહી
કરી હતી જેમાં મુંદરા સર્કલ નજીક હનુમાન મંદિર પાછળ પત્તા ટીંચતા બળદેવ અંબાવી લુહાર
તથા રાજુ રઘુ દેવીપૂજક નામના શખ્સોને પકડી પાડી રોકડ રૂા. 3900 તથા ગંજીપાના જપ્ત કરવામાં આવ્યા હતા.