• મંગળવાર, 07 જુલાઈ, 2026

મેક્સિકો સામે 3-2થી જીત સાથે ઈંગ્લેન્ડ ક્વાર્ટર ફાઇનલમાં

મેક્સિકો સિટી, તા. 6 : ફિફા વર્લ્ડ કપના રાઉન્ડ-16ના મેચમાં ઇંગ્લેન્ડ ટીમે સહયજમાન ટીમ મેક્સિકોને 3-2 ગોલથી હાર આપીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. બીજા હાફમાં ઈંગ્લેન્ડ ટીમ 10 ખેલાડી સાથે રમી હતી. આમ છતાં યજમાન ટીમ પર ભારે પડી હતી. ઇંગ્લેન્ડ તરફથી જૂડ બેલિંગહૈમે 36 અને 38મી મિનિટે બે ઉપરાઉપરી ગોલ કરી ઈંગ્લેન્ડને 2-0ની જોરદાર સરસાઇ અપાવી હતી. મેક્સિકોએ 42મી મિનિટના જૂલિયન કિવન્યોનેસના ગોલથી સરસાઈ 1-2થી ઓછી કરી હતી. બીજા હાફમાં ઈંગ્લેન્ડનો ખેલાડી જારેલ ક્વાંસા રેડ કાર્ડ મળતા મેચની બહાર થયો હતો. 60મી મિનિટે ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી કેને પેનલ્ટીથી ગોલ કરી ઈંગ્લેન્ડની સરસાઈ 3-1 કરી દીધી. આ પછી 69મી મિનિટે રાઉલ જિમેનેજે ગોલ કરી મેક્સિકોની વાપસી કરાવી હતી. જો કે અંતમાં ઈંગ્લેન્ડનો 3-2થી રોમાંચક વિજય થયો હતો. આથી મેક્સિકો વિશ્વ કપની બહાર થયું હતું અને ઈંગ્લેન્ડ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું હતું. જ્યાં તેની ટક્કર નોર્વે સામે થશે.

Panchang

dd