મુંબઇ, તા. 6 : ઝિમ્બાબ્વે વિરુદ્ધ આ મહિને રમાનાર ત્રણ મેચની
ટી-20 શ્રેણીની
ભારતીય ટીમ જાહેર થઇ છે. જેમાં રિંકુ સિંહની વાપસી થઇ છે. ટીમની કપ્તાની શ્રેયસ
અય્યર જ સંભાળશે. ટી-20 ટીમના ચાર નિયમિત ખેલાડી સંજૂ સેમસન, અક્ષર પટેલ, અર્શદીપ સિંઘ અને હર્ષિત રાણાને વિશ્રામ
અપાયો છે. આ સામે ચાર નવા ખેલાડીને પહેલીવાર તક અપાઇ છે. જેમાં વિકેટકીપર-બેટર
પ્રભસિમરન સિંઘ, ઝડપી બોલર યશ ઠાકુર, અશોક
શર્મા અને સ્પિનર હર્ષ દુબે છે. હર્ષ દુબે તાજેતરમાં જ વન ડે ઈન્ટરનેશનલ મેચ રમી
ચૂક્યો છે. ફાસ્ટ બોલર મયંક યાદવની લાંબા સમયે ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ છે. તે
છેલ્લે ઓકટોબર-2024માં ભારત તરફથી ટી-20 મેચ
રમ્યો હતો. સૂર્યકુમાર યાદવ ટીમ બહાર જ છે. ઝિમ્બાબ્વે પ્રવાસની ટીમમાં વૈભવ
સૂર્યવંશી સામેલ છે. ભારતીય ટીમ ઝિમ્બાબ્વે વિરુદ્ધ 23, 2પ
અને 26 જુલાઇએ
હરારે ખાતે 3 ટી-20 ઇન્ટરનેશનલ
મેચની શ્રેણી રમશે. જ્યારે 14 જુલાઇથી ઈંગ્લેન્ડ સામે શરૂ થતી 3 મેચની
વન ડે શ્રેણીમાં ઇજાગ્રસ્ત ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીના સ્થાને શિવમ દૂબેના સમાવેશની
બીસીસીઆઇએ જાહેરાત કરી છે.
ભારતીય
ટીમ : શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ કેપ્ટન),
અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઇશાન કિશન (વિકેટકીપર), પ્રભસિમરન સિંઘ (વિકેટકીપર),
શિવમ દૂબે, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, હર્ષ દૂબે, વરૂણ
ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર અને
મયંક યાદવ.