ગાંધીધામ, તા.6 : જય જગન્નાથ સેવા ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા આગામી તા.16 ના આયોજિત જગન્નાથ શોભાયાત્રા ની તૈયારીઓને લઈને ગળપાદર
ના વર્ધમાન નગર સ્થિત જગન્નાથ મંદિર ખાતે હિન્દુ સનાતન સમાજની બેઠક મળી હતી. જગન્નાથપુરી
મંદિર થી આવેલા મહામંડલેશ્વર શ્રી ગાવિંદદાસ,
પંચમુખી હનુમાન મંદિર ના મહંત પ્રકાશ આનંદ મહારાજ ના અધ્યક્ષ સ્થાને
મળેલી બેઠક માં સનાતન શ્રીરામ સંગઠન ના પ્રમુખ રાજભા ગઢવી,આર.એસ.એસ.
ના શ્રી રતોલાજી, પટેલ સમજ ના મુકેશભાઇ પટેલ, બ્રહ્મ સમાંજના હિરેનભાઈ ખાંડેકા, મહિલા પ્રમુખ રચનાબેન જોશી, ગાંધીધામ બ્રહ્મ
સમાજ તાલુકા પ્રમુખ કીર્તિભાઈ જોશી,
પૂર્વ પ્રમુખ આશિષભાઈ જોશી સેવાકીય
કાર્યકર મીનાક્ષીબેન ત્યાગી, સુરેશ શેટ્ટી, પ્રદીપભાઈ સાધુ સમાજના પ્રમુખ સુરેશભાઈ, ગોરખા સમાજ ના
પ્રમુખ વિશાલ થાપા ઠાકોર સમાજના પ્રમુખ જાનુજી ઠાકોર ગાવિંદભાઈ દનિચા માનવસેવા ગ્રુપ
ઓમપ્રકાશ સરિયાલા અન્ય હિન્દુ સમાજ ના આગેવાનો
ઉપસ્થિત રહ્યા હતા.ઓડિસા સમાજ ના પ્રમુખ પ્રકાશાસિંઘ દ્વારા આ વર્ષ આ શોભાયાત્રામાં
હિન્દુ સનાતન સભ્યો બહોળી સંખ્યા મા હાજર રહે તેવો અનુરોધ કર્યો હતો, આ શોભાયાત્રાનું તા.16/7/ના
સવારે 9:30 વાગ્યે જગનાથ મંદિર માં સંતો-મહંતો દ્વારા પ્રસ્થાન
કરાવવામાં આવશે. શોભાયાત્રા ગળપાદર થી શરૂ થઈ-રાજવી ફાટક-રોટરી સર્કલ-આંબેડકર સર્કલ-ક્રોમાં-મુખ્ય
બજાર-ચાવલા ચોક થી રેલ્વે કોલોની મંદિરે પહોંચશે તેમજ તા.24/7 ને શુક્રવારે રેલ્વે કોલોની થી શરૂ થઈ તેજ માર્ગે રથ
યાત્રા ગળપદાર જગન્નાથ મંદિરે પરત ફરશે આ શોભાયાત્રામા સનાતન સમાજના લોકો હાજર રહે
તેવો અનુરોધ કરાયો હતો.