માંડવી, તા. 6 : અહીંના ખારવા વિદ્યોત્તેજક
મંડળ દ્વારા આયોજિત વાલી મીટિંગમાં આધુનિક શિક્ષણ પ્રણાલી અંગે માર્ગદર્શન અપાયું હતું.
માંડવી અને સલાયા ખારવા સમાજના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે 47 વર્ષથી સમર્પિત મંડળ દ્વારા વાલીઓને શાળા પસંદગી, શાળા પ્રવેશ અંગેની પ્રક્રિયા,
પાઠયપુસ્તક મેળવવા સૂચનો તથા મંડળની કાર્ય પ્રણાલી અને સુધાર સૂચનો રજૂ
કરવામાં આવ્યા હતા. જેનો 300 જેટલા વાલીએ લાભ લીધો
હતો. મંડળના પ્રમુખ જેમીન કષ્ટા, માંડવી ખારવા સમાજ પ્રમુખ જિગર ધાયાણી, સલાયા સમાજ પ્રમુખ
વિશ્રામ ચુડાસમા, ચાંપશીભાઇ ઝાલા, મસ્કત
સમિતિના કાંતિભાઇ ચાવડા, હંસરાજ કષ્ટા, શંભુભાઇ ફોફીંડી દ્વારા દીપ પ્રાગટય તથા પ્રસંગોચિત ઉદ્બોધન આપવામાં આવ્યું
હતું. સચિન કષ્ટા, શીતલ ફોફીંડીએ વાલી મંડળની કામગીરી અંગે જરૂરી
સૂચનો કર્યા હતા. કલ્પેશ કષ્ટાએ આંકડાકીય માહિતી રજૂ કરી હતી. અશોકભાઇ ફોફીંડીએ આભારવિધિ,
સંચાલન ભૂમિતાબેન ઝાલા, અજય ઝાલા, દિલીપ ચુડાસમાએ સહાયક તરીકે, છોટાલાલ મોતીવરસ,
ભૂપેન્દ્ર જેઠવા, કલ્પેશ ચુડાસમા, જયેશ ભદ્રેસા, જલારામ ઝાલા, ધવલ
જેઠવાએ વ્યવસ્થા સંભાળી હતી.