• બુધવાર, 10 જૂન, 2026

ભુજમાં ચોમાસાંની ઋતુને ધ્યાનમાં રાખીને નાળાં સફાઇનો પ્રારંભ કરાયો

ભુજ, તા. 9 : ચોમાસાંની ઋતુને ધ્યાને રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં નાળાં સફાઇની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ અંગે વધુ વિગત જણાવતા ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે, પ્રિ-મોન્સૂન કામગીરી નાળાં સફાઇ કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના બદામી છેલાની તેમજ અન્ય ત્રણ વોર્ડના વિસ્તારો જ્યાં પાણી ભરાવાની સમસ્યા રહે છે, ત્યાં સફાઇ શરૂ કરવામાં આવી છે. આ સફાઇમાં કુલ ત્રણ જેસીબી તેમજ 12 ટ્રેક્ટર મૂક્યા છે. આવને અડચણરૂપ પૂર, પથ્થર, ઝાડી, કચરો વગેરેની સફાઇ કરવામાં આવી હતી. શહેરમાં આવતા તમામ નાળાંઓની સફાઇ કરવામાં આવશે, જેથી હમીરસર તળાવમાં નવાં નીર આવે તેમજ ભુજ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે નહીં. નગરપાલિકાના ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, દંડક રૂપલબેન ચાવડા, શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઇ ઠક્કર, નગરસેવકો પ્રકાશભાઇ મહેશ્વરી, ગીતાબેન પટેલ, ક્રિષ્નાબા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd