• બુધવાર, 10 જૂન, 2026

તુણામાં બાઈક સવાર દંપતી પડી જતાં બે પક્ષ વચ્ચે મારામારી

ગાંધીધામ, તા. 9 : અંજારના તુણા ગામે લગ્ન પ્રસંગે બાઈકથી આવતું દંપતી પડી જતાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં બંને પક્ષના ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તુણામાં રહેતા હાજી હુસેન ચબા ગામમાં દાઉદ ગાંધના લગ્ન પ્રસંગે કાર્યક્રમમાં હતા ત્યારે હુસેન જુસબ ચબા અને તેના પત્ની બાઈકથી આ કાર્યક્રમમાં આવતાં રસ્તામાં ગફુર જુસબ બુચડે રસ્તામાં ખાટલો નાખીને બેઠો હોવાથી આ દંપતી પડી ગયું હતું, તેવું ફરિયાદીને કહેતાં ફરિયાદી અને અન્યો આ ગફુરને સમજાવવા ગયા હતા, જ્યાં ઉશ્કેરાયેલા ગફુર ઉર્ફે થેલો જુસબ બુચડ, જુસબ ઉર્ફે મામો હુસેન બુચડ, ગફુર બાવલા ભટ્ટી, કરીમ જુસબ ભટ્ટી, યાકુબ અભુ ભટ્ટી અને અબ્બાસ યાકુબ ભટ્ટીએ લાકડીથી હુમલો કરતા ફરિયાદી, હાજરાબાઈ ચબા તથા વસીમ અકરમ ચબાને ઈજાઓ પહોંચી હતી. બીજી બાજુ ગુલશનબેન જુસબ હુસેન બુચડે, હુસેન જુસબ ચબા, હાજરાબેન હુસેન ચબા, ભચુ પટેલ ચબા, ફરીદાબેન ભચુ પટેલ ચબા, હાજી હુસેન ચબા, સાહિલ ગફુર સિદિક ગાંધ સામે ફરિયાદ નોંધાવી હતી. બાઈકથી દંપતી પડી જતાં તમે રસ્તામાં પથ્થર  રાખ્યા છે તેમ કહી આ દંપતીએ ગફુર સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં તમામ આરોપી ત્યાં આવી ગફુરને માર માર્યો હતો તેમજ સાહિલે પથ્થર વડે ગાડીના કાચ તોડી નાખ્યા હતા. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઈ જવાયો હતો. બન્ને પક્ષની પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd