• બુધવાર, 10 જૂન, 2026

લાખિયારવીરા સીમની પવનચક્કીને નુકસાન, ખાંભલામાં વાયરચોરી

ભુજ, તા. 9 : નખત્રાણા તાલુકાના લાખિયારવીરા ગામની સીમમાં આવેલી પવનચક્કીના દરવાજા ખોલી મશીનરીને નુકસાન પહોંચાડી અને ખાંભલાની પવનચક્કીમાંથી વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે નખત્રણા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ લાખિયારવીરા ગામની સીમમાં આઈનોક્સ કંપનીની પવનચક્કીના ગત તા. 25/3થી 28/5 દરમ્યાન દરવાજો ખોલી તેમાં મશીનરીના ભાગો અને અર્થિંગ કેબલને નુકસાન કરી તથા ખાંભલાની પવનચક્કીમાં પણ નુકસાન એક કુલ રૂા. 40,000નું નુકસાન તથા રૂા. 15,000ના વાયરની ચોરી કોઈ અજાણ્યા ચોર ઈસમ કરી ગયા છે. પોલીસે તપાસ હાથ ધરી છે.  

Panchang

dd