લંડન, તા. 9 : ન્યુઝીલેન્ડ સામેના લોર્ડસ
ટેસ્ટના શાનદાર વિજયના થોડા કલાકો બાદ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ નવા વિવાદમાં ઘેરાઇ છે.
ટીમના કપ્તાન બેન સ્ટોક્સ અને ઝડપી બોલર ગસ એટકિન્સન સામે આ મામલે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ
ક્રિકેટ બોર્ડે તપાસ શરૂ કરી દીધી છે. આ બન્ને ખેલાડી રવિવારે સવારે એક નાઇટ કલબમાં
હાજર હતા. જ્યાં તેમની રગ્બી એકેડમીના એક ખેલાડી સાથે બોલાચાલી થઇ હતી. મોડી રાત્રે
નાઇટ કલબમાં હાજર રહેવું પ્રોટોકોલનું ઉલ્લંઘન છે. આ મામલે બેન સ્ટોક્સ કદાચ કપ્તાની
પણ ગુમાવી શકે છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ બોર્ડે આ મામલની પુષ્ટિ કરી છે. ઇસીબીના અધિકારીએ
જણાવ્યું છે કે આ મામલાની તપાસ થઇ રહી છે. રિપોર્ટ આવ્યા પછી કપ્તાન સ્ટોક્સ અને બોલર
એટકિન્સ પર પગલાં લેવામાં આવશે. ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ 17 જૂનથી ઓવલમાં શરૂ થવાની છે.
જેમાંથી સ્ટોકસ અને એટકિન્સનને પડતા મુકવામાં આવશે તેવા રિપોર્ટ છે. સ્ટોકસ ભુતકાળમાં
પણ નાઇટ કલબમાં મારામારીમાં ઝડપાયો હતો.