• બુધવાર, 10 જૂન, 2026

ગાંધીધામના શ્રીરામ સોલ્ટ દ્વારા 24 કલાકમાં 55,100 મે.ટન મીઠું લોડિંગ કરાયું

અંજાર, તા. 9 : ગાંધીધામના નમક ઉદ્યોગગૃહ દ્વારા 24 કલાકમાં જહાજમાં સર્વાધિક નમક  હેન્ડલિંગ કરીને સફળતા મેળવી હતી. શ્રીરામ ગ્રુપ કંપનીની કાર્યરત ટીમે ઈ.આર. નઝાયર જહાજ પર માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં 55,100 ટન બલ્ક સોલ્ટનું સફળ લાડિંગ  પૂરું કરાયું હતું. આ સિદ્ધિ બંદર ક્ષેત્રે કાર્યરત ટીમની કાર્યક્ષમતા, સંકલનશક્તિનું ઉદાહરણ બની છે. પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ ટીમના દરેક સભ્યે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી કામગીરીને સફળતાપૂર્વક પાર પાડી હતી. બાબુભાઈ હુંબલે સમગ્ર ટીમના પરિશ્રમ, સમર્પણ અને એકતાભાવને બિરદાવતાં જણાવ્યું હતું કે, ટીમની મહેનત અને પ્રતિબદ્ધતાના પરિણામે જ આ  સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તેમણે આ સફળતા બદલ તમામ કર્મચારીઓ, અધિકારીઓ તથા સહયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ બાબુભાઈ હુંબલ પરિવાર તેમજ શ્રીરામ ગ્રુપ ઓફ કંપનીની સમગ્ર ટીમને વિવિધ ક્ષેત્રોમાંથી અભિનંદન મળી રહ્યા છે.  આ ઉપલબ્ધિએ કંપનીના કાર્યક્ષેત્રમાં એક નવો કીર્તિમાન  સ્થાપિત કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

Panchang

dd