• બુધવાર, 10 જૂન, 2026

ભુજની ઉત્તર બાજુનાં ખેતરોમાં કૃષિલક્ષી કાર્યોનો ધમધમાટ

ભુજ, તા. 9 : જેઠ અધિક માસ સમાપન તરફ આગળ વધી રહ્યો છે. વરસાદ આધારિત ખેતી કરતા કૃષિકો પોતાના ઓજારો ચોમાસાં પહેલાં સજ્જ કરીને ખેતરોમાં સફાઇકામમાં લાગી ગયા છે. અત્યારે ખેડૂતો રાત-દિવસ ટ્રેક્ટર ચલાવીને જમીનને ખેડી રહ્યા છે. અમેરિકા-ઇરાનનાં યુદ્ધ વચ્ચે પણ અત્યારે પેટ્રોલપંપ ઉપર ડીઝલ ઉપલબ્ધ હોવાથી ખેડૂતો જેમ બને તેમ જલ્દી જમીનને વાવણી માટે તૈયારીમાં લાગેલા જોવા મળે છે. ભુજની ઉત્તરાદે ગટરનાં પાણી અમુક ખેડૂતોને વધુ અને અમુકને ઓછાં પ્રમાણમાં મળે છે. બીજું, પાલારા સીમાડામાં બોરનાં પાણી નબળાં હોવાથી વધારે પડતાં વરસાદનાં પાણી ઉપર આધારિત હોવાનું સામજી ગાગલે કહ્યું હતું. મહિલા આશ્રમ અને મોટાપીર-સંસ્કાર સ્કૂલ પાસેના ખેડૂતોને નગરપાલિકા મારફતે ભુજ શહેરનાં વહેતાં ગટરનાં પાણી વધુ માત્રામાં મળતા હોવાથી એરંડા, ઘાસચારો, કપાસ અને રાયડા જેવા પાકો ખેડૂતો વધુ વાવતા હોવાનું માવજી ચાડે જણાવ્યું હતું. 

Panchang

dd