• બુધવાર, 10 જૂન, 2026

ઓસીની આંણ હવે રહી નથી : પહેલી વન-ડેમાં બાંગલાદેશની 86 રને જીત

મિરપુર તા.9 : મોસદક હુસનના 86 રન અને 2 વિકેટની મદદથી ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન ડેમાં બાંગલાદેશનો ડકવર્થ/લૂઇસ નિયમથી 86 રને વિજય થયો હતો. બાંગલાદેશના 8 વિકેટે 284 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાના 42.2 ઓવરમાં 9 વિકેટે 191 રન થયા હતા ત્યારે વરસાદને લીધે રમત બંધ રહી હતી. બાદમાં બાંગલાદેશ વિજેતા જાહેર થયું હતું. કેમરૂન ગ્રીન બાવન રને અણનમ રહ્યો હતો. એલેકસ કેરીએ 47 રન કર્યાં હતા. અગાઉ બાંગલાદેશ તરફથી મોસદક હુસેનના 86 રન ઉપરાંત તંજિદ હુસેને પ4 અને નઝમુલ શાંતોએ 67 રન કર્યાં હતા. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસે 3 વિકેટ લીધી હતી. 3 મેચની શ્રેણીમાં બાંગલાદેશ 1-0થી આગળ થયું છે. 

Panchang

dd