• બુધવાર, 10 જૂન, 2026

લંકા સામે ઈન્ડિયા એ ટીમની 8 રને રોમાંચક જીત

દામ્બુલા તા.9 : ત્રિકોણીય વન ડે શ્રેણીની પ્રથમ મેચમાં રસાકસી બાદ શ્રીલંકા વિરૂધ્ધ ઇન્ડિયા એ ટીમનો 8 રને રોમાંચક વિજય થયો હતો. ઇન્ડિયા એ ટીમના 6 વિકેટે 277 રનના જવાબમાં શ્રીલંકા એ ટીમ 48.પ ઓવરમાં 269 રને ઓલઆઉટ થઇ હતી. શ્રીલંકાએ અંતિમ 4 વિકેટ 9 દડા અને 7 રનમાં ગુમાવી હતી. જેમાં અંતિમ 3 વિકેટ 4 દડામાં પડી હતી. આથી ભારતીય યુવા ટીમનો વિજય થયો હતો. 1પ વર્ષીય વન્ડર બોય વૈભવ સૂર્યવંશી ઈન્ડિયા એ ટીમ તરફથી પહેલીવાર રમતા 14 રને આઉટ થયો હતો. ભારત તરફથી ઋતુરાજ ગાયકવાડે શાનદાર સદી ફટકારી હતી. તેણે 114 દડામાં 6 ચોગ્ગા-3 છગ્ગાથી 101 રન કર્યાં હતા. આ સિવાય કપ્તાન તિલક વર્માએ 97 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગાથી 60 રન કર્યાં હતા. પ્રિયાંશ આર્ય 32 રને રનઆઉટ થયો હતો. આયુષ બદોનીએ 24 અને સૂર્યાંશ શેડગેએ 26 રન કર્યાં હતા. શ્રીલંકા તરફથી મોહમ્મદ શીરાજે 2 વિકેટ લીધી હતી. શ્રીલંકાની શરૂઆત સારી રહી હતી અને પહેલી વિકેટમાં 93 રનની ભાગીદારી થઇ હતી. નિરોશન ડિકવેલા 47, અવિષ્કા ફરનાન્ડો 4, સદીરા સમરવિક્રમા 46 અને કપ્તાન સહાન અરાછિગે 74 રને આઉટ થયા હતા. ભારત તરફથી અરશદ ખાન, અનુકુલ રોય, આયુષ બડોની અને વિપ્રજ નિગમે 2-2 વિકેટ લીધી હતી. 

Panchang

dd