અમદાવાદ, 9 જૂન,
2026: ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન
કંપની અને ભારતની અગ્રણી ઊર્જા ઉપાયો પુરા પાડતી કંપનીમાંની એકઅદાણી એનર્જી સોલ્યુશન્સ
લિ.એનેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એનઆઇઆઇફ) અને એનર્જી એફિશિયન્સી
સર્વિસીસ લિ.વચ્ચેનું અગ્રણી સ્માર્ટ મીટારિંગ માટેના સંયુક્ત સાહસ ઇન્ટેલીસ્માર્ટ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ.માં 100 ટકા ઇક્વિટી
હિસ્સો હસ્તગત કરવા માટે બંધનકર્તા સિક્યોરિટીઝ ખરીદી અને સબ્ક્રિપ્શન કરાર કર્યો છે.
પ્રસ્તાવિતઆ સંપાદન 4.7 કરોડથી વધુ
સ્માર્ટ મીટર સાથે ભારતના સૌથી મોટા સ્માર્ટ મીટારિંગ પ્લેટફોર્મ તરીકે અદાણી એનર્જી
સોલ્યુશન્સની ક્ષમતાને મજબૂત બનાવશે. રૂા.
3,050 કરોડના સૂચિત વ્યવહારમાં ઇન્ટેલીસ્માર્ટની
100 ટકા ઇક્વિટી શેર મૂડીનું સંપાદન
અને એનઆઇઆઇફ દ્વારા રાખવામાં આવેલા ઇન્ટેલીસ્માર્ટના વૈકલ્પિક કન્વર્ટિબલ ડિબેન્ચર્સનું
રિડેમ્પશન શામેલ છે. આ વ્યવહાર નિયમનકારી અને અન્ય આવશ્યક મંજૂરીઓને આધીન છે. ભારતના સ્માર્ટ મીટર અસ્કયામતોના અગ્રણી માલિકો
અને ઓપરેટરોમાંની ઇન્ટેલીસ્માર્ટનો કુલ પોર્ટફોલિયો ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ,
બિહાર અને આસામમાં મળીને2.2 કરોડ મીટરનો છે. ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતા ગ્રાહક બજારોમાં ઇન્ટેલીસ્માર્ટની
મોજુદગી ભવિષ્યના વિસ્તરણ માટે મજબૂત માર્ગ પૂરો પાડે છે. અદાણી એનર્જી સોલ્યુશન્સના સીઈઓ કંદર્પ પટેલે જણાવ્યું
હતુંકે ઇન્ટેલીસ્માર્ટનું સંપાદન કંપનીના સ્કેલ અને અમલીકરણની ક્ષમતાઓમાં વધારો કરવા
સાથેટેકનોલોજી-આધારિત સોલ્યુશન્સ દ્વારા ભારતના વીજ વિતરણ ક્ષેત્રમાં આધુનિકીકરણને
ટેકો આપવા અમોને સક્ષમ બનાવે છે. આ સંપાદન
કંપનીની ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક બંને તકો મારફત મૂલ્ય-વૃદ્ધિને અનુસરવાની વ્યૂહરચના
સાથે સુસંગત છે. આ સંપાદન સ્માર્ટ મીટરીંગના કામકાજ તેનું અર્થતંત્ર, અને જાળવણી માટેના ખર્ચનીઅનુકૂળતા અને કંપનીના
વ્યાપક ઊર્જા અને માળખાગત પ્લેટફોર્મ વચ્ચે એકીકરણ દ્વારા તાલમેલ સાધે તેવી અપેક્ષા
છે. ઇન્ટેલીસ્માર્ટના મેનેજીંગ ડિરેક્ટર અને
સીઈઓ અનિલ રાવલે ઇન્ટેલીસ્માર્ટને આ સીમાચિહ્નરૂપ વ્યવહારનો ભાગ બનવાનો ગર્વ હોવાનું
જણાવી કહ્યું હતું કેકંપનીએ તેના હિસ્સેદારો માટે મૂલ્ય વર્ધન કર્યું છે.