• બુધવાર, 10 જૂન, 2026

કોહલી બ્રાંડ વેલ્યૂની લિસ્ટમાં ટોચ પર

નવી દિલ્હી, તા. 9 : સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ભારતના સૌથી વેલ્યૂએબલ પર્સનાલિટીના લિસ્ટમાં પહેલા સ્થાન પર છે. તેની બ્રાંડ વેલ્યૂ 342 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. શાહરૂખ ખાન બીજા અને પ્રિયંકા ચોપરા ત્રીજા સ્થાને છે. ફોર્ચ્યૂન ઇન્ડિયા અને ઇન્ટરબ્રાંડ દ્વારા દેશના 2પ સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી પર રિસર્ચ કરી સૂચિ જાહેર કરી છે. જેમાં ટોપ ટેનમાં 3 ક્રિકેટર અને 7 ફિલ્મી કલાકારો છે.મહિલા વિભાગમાં પ્રિયંકા ચોપરા ટોચ પર છે. આ પછી આલિયા ભટ્ટ (ઓવરઓલ 9મા સ્થાને), દીપિકા પાદુકોણ (ઓવરઓલ 11) અને રશ્મિકા મંદાના (17) છે. સૂચિમાં કૃતિ સેનન, ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સાઉથની હીરોઇન નયનતારાને જગ્યા મળી છે. વેલ્યૂએબલ પર્સન લીસ્ટમાં સચિન તેંડુલકર 8 નંબર પર છે. ટોપ 2પમાં સૌરવ ગાંગુલી, દલજીત દોસાંજ અને વિક્કી કૌશલ સામેલ છે.  

Panchang

dd