ગાંધીધામ, તા. 9 : તાજેતરમાં વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય મેજર પોર્ટ એસસી, એસટી એમ્પ્લોઈઝ ફેડરેશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય
પરિષદમાં ડીપીએ એસસી-એસટી એમ્પ્લોઈઝ યુનિયનના પ્રતિનિધિઓએ ભાગ લઈને કંડલાના
કામદારોના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. આ વેળાએ ફેડરેશનના પદાધિકારીઓમાં યુનિયનના
પ્રમુખ સહિત ચાર સભ્યની વરણી કરાઈ હતી. ડીપીએ એસસી-એસટી એમ્પલોઈઝ યુનિયનના પ્રમુખ વાલજીભાઈ દનીચાની આગેવાની તળે પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
બેઠક દરમ્યાન ડીપીએના એસસી-એસટી કર્મચારીઓના પડતર પ્રશ્નો રજૂ કરાયા હતા, જેમાં પોર્ટના તમામ બાકી કામદારોને રહેણાક માટે પ્લોટ ફાળવવા, કંડલા કોમ્પલેક્સમાં રહેતા મહેશ્વરી
સમાજના સમુદાય દ્વારા ડીપીએના વિકાસમાં
વધુ યોગદાન આપ્યું હતું. મહેશ્વરી સમાજને સામાજિક અને મદદરૂપ પ્રવૃત્તિ માટે બે એકર જમીન મંજૂર કરવા, પોર્ટમાં ચાલુ ફરજે
અવસાન પામેલા વારસદારોને ડીઆરના ધોરણે નિમણૂક આપવા, ગાંધીધામ
સંકુલમા રહેતા તમામ એસસી, એસટી અને નબળા વર્ગના ભૂમિહીન પરિવારોને રહેણાકની જમીન ફાળવવા, ડીપીએમાં એસસી-એસટીની બેકલોગ ખાલી જગ્યાઓ વેહલીતકે ભરવી, કરાર આધારિત ભરતીમાં એસસી,
એસટી, ઓબીસી અને ઈડબલ્યૂએસ માટે અનામત પૂરી પાડવી, ડીપીએના તમામ કર્મચારીઓને ગણવેશ આપવા
સહિતના દ્દા રજૂ કરાયા હતા. ફેડરેશનના પ્રમુખ તરીકે જી. શિવારામા ક્રિષ્ના (વિશાખાપટ્ટનમ), હોનરરી પ્રમુખ તરીકે વાલજીભાઇ દનિચા (કંડલા), મહામંત્રી
તરીકે અડવોકેટ અંકુશ કામલે (મુંબઈ) તથા ઉપપ્રમુખ તરીકે કરસન ધુઆ (કંડલા), મંત્રી
તરીકે કૈલાસભાઈ (કંડલા) અને એક્ઝિક્યૂટાવ મેમ્બર તરીકે હર્ષદ દનીચા (કંડલા)ની વરણી
કરવામાં આવી હતી. કંડલાના પ્રતિનિધિઓની ફેડરેશનમાં
વરણી થતાં કામદારોમાં આનંદની લાગણી પ્રસરી
હતી.