અંજાર, તા. 9 : તાજેતરમાં સુર્યાફાઉન્ડેશન દ્વારા દિલ્હી ખાતે આયોજીત વ્યક્તિત્વ વિકાસ શિબિરમાં અંજારની દિકરીએ કેમ્પના શ્રેષ્ઠ પ્રદર્શનનો પુરસ્કાર મેળવી કચ્છ અને અંજારનું નામ રોશન કર્યું હતું. શિબિર દરમિયાન બાળકોને આત્મનિર્ભરતા, નેતૃત્વ, અનુશાસન અને
જવાબદારીના પાઠ શીખવવામાં આવ્યા. .આ ઉપરાંત કરાટે, ડ્રિલ,
પરેડ, માસ પી.ટી., ડાન્સ,
ક્રાફ્ટિગ, ડિકાડિંગ, , પ્રાર્થના
તથા આધ્યાત્મિક વિકાસની અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મોબાઇલથી દૂર
રહીને બાળકોને જ રમતગમત પ્રવૃત્તિઓ દ્વારા
શારીરિક વિકાસની ઉત્તમ તક મળી હતી. સમાપન સમારોમાં સુર્યા રોશની
સ્ટીલ વિભાગના સી.ઈ.ઓ ગૌરવ જૈન, ડાયરેકટર કૌસ્તુભ કરમરકર
, ભારત સરકાર માં ઓ.એસ.ડી શૈલેષ
શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને જીવનમાં અનુશાસન, રાષ્ટ્રભાવના અને નેતૃત્વના ગુણો વિકસાવવા પ્રેરણા આપી હતી. કચ્છના અંજારની અને શિબિરની સૌથી નાની પ્રતિભાગી કું. પવિત્રા
જયભાઈ જેઠવાએ પોતાની શ્રેષ્ઠ પ્રતિભા, અનુશાસન, નેતૃત્વ અને સર્વાંગી પ્રદર્શનના આધારે 112 બાળકોમાંથી પ્રતિષ્ઠિત બેસ્ટ
પરર્ફોમન્સનો એવોર્ડ પ્રાપ્ત કર્યો. આ સાથે
આગામી વર્ષ માં દિલ્લી ખાતે આયોજિત એડવાંસ વ્યક્તિત્વ વિકાસ શિબિર માટે પણ તેણીની પસંદગી થઈ છે. . સમાપન સમારોહમાં, અતિથિઓ અને શિબિર સંચાલકોએ પવિત્રાનું વિશેષ
સન્માન કરીને તેને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતાં. પવિત્રા એ દિલ્હી ખાતે
સહપરિવાર સૂર્યા રોશની અને સૂર્યા ફાઉન્ડેશન ના ચેરમેન પદ્મશ્રી જયપ્રકાશ અગ્રવાલ સાથે
વ્યક્તિગત મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા હતાં.