• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

રાપરના પ્રજ્ઞાચક્ષુ તબીબ દ્વારા બાલાસર ખાતે ફિઝિયોથેરાપી કેન્દ્ર શરૂ કરાશે

રાપર, તા. 19 : શહેરમાં ફિઝિયોથેરાપીની સારવાર કરાવતા પ્રજ્ઞાચક્ષુ તબીબ દ્વારા પ્રાંથળના લોકોની સુવિધા માટે બાલાસરમાં કેન્દ્ર શરૂ કરવાની દિશામાં કાર્યવાહી આરંભાઈ છે. આજે સાંધાના દુ:ખાવાનું પ્રમાણ વધી રહ્યું છે, અકસ્માત કે અસ્થિભંગ પછી ફિઝિયોથેરાપી સારવાર ખૂબ જરૂરી બની છે. રાપરમાં શુશ્રૂષા ચેરિટેબલ ટ્રસ્ટના સહકારથી ફિઝિયોથેરાપી સેન્ટર ચલાવતા મૂળ નાની રવ ગામના ડો. રામજીભાઈએ આ કેન્દ્રનાં માધ્યમથી જણાવ્યું કે, પ્રાંથળ અને ખડીરના જરૂરતમંદ  લોકોને રાપર સુધી આ સારવાર લેવા લાંબું ન થવું પડે અને બાલાસરમાં કેન્દ્ર શરૂ કરવાના ચક્રો ગતિમાન કરાયા છે. આ વિસ્તારની સ્થાનિક સેવાભાવી સંસ્થા કે ટ્રસ્ટ જોડાય તો લોકોને વધુ રાહત આપી શકાય તે માટે તેમણે અપીલ કરી છે, વધુ વિગત માટે રામજીભાઈ ગોઠી - 90991 99812  ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે. રાપરમાં અકસ્માતથી ગંભીર રીતે ઘવાયેલા અનેક દર્દીઓને તેમણે સારી સારવાર આપી સાજા કર્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang