• શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025

આર.ડી. વરસાણી જીત સાથે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશી

ગાંધીધામ, તા. 18 : કચ્છમિત્ર એન્કરવાલા કપમાં સ્પીડી ગ્રાઉન્ડ ખાતે રમાતી સુપર નોકઆઉટની મેચમાં આર.ડી. વરસાણી સ્કૂલે જીત મેળવી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. પ્રથમ દાવમાં આર.ડી. વરસાણી સ્કૂલની ટીમે બેટિંગ પસંદ કરી હતી. જેમાં અંશ કેરાઈએ 8 ચોગ્ગા ફટકારી 53 બોલમાં 44 રન બનાવ્યા હતાં.  ભૂપેન્દ્રના 18 બોલમાં 19 રન, ઈનિંગમાં 13 ચોગ્ગા ખેલાડીઓએ ફટકાર્યા હતાં.  સામે સ્વામીનારાયણ સ્કૂલના ઓમ રબારીએ 4 ઓવરમાં 27 રન ખર્ચીને ત્રણ વિકેટ ખેરવી હતીઅને વરસાણીની ટીમે 106 રન બનાવ્યા હતાં. જવાબમાં 107 રનનો લક્ષ્યાંક પૂરો કરવા માટે મેદાનમાં ઉતરેલી  સ્વામીનારાયણ સ્કૂલ ભુજની ટીમ માત્ર 18.4 ઓવરમાં 72 રન બનાવીને  ઓલ આઉટ થઈ ગઈ હતી. જેમાં  આર.ડી. વરસાણીના પ્રિન્સ પીંડોરિયાએ માત્ર 7 જ રન આપીને ત્રણ વિકેટ ખેરવી હતી. આર.ડી. વરસાણી સ્કૂલની ટીમે 34 રને જીત મેળવીને  ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. મેન ઓફ ધ મેચ સુનિલ  પીંડોરિયા અને સેકન્ડ મેન ઓફ ધ મેચ ઓમ રબારી બન્યા હતા.  

Panchang

dd