માઉન્ટ મોન્ગાનુઇ, તા.18 : ટોમ લાથમ
(137) અને ડવેન કોન્વે (અણનમ 178) વચ્ચેની પહેલી વિકેટની 323 રનની વિક્રમી ભાગીદારીની મદદથી
વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે સંગીન શરૂઆત કરી છે. પહેલા
દિવસની રમતના અંતે કોન્વે 246 દડાનો સામનો
કરીને 2પ ચોગ્ગાથી શાનદાર 178 રને અણનમ રહ્યો હતો. આથી ન્યુઝીલેન્ડના
90 ઓવરમાં 1 વિકેટે 334 રન થયા હતા. નાઇટ વોચમેન જેકોબ ડફી 9 રને અણનમ રહ્યો હતો જ્યારે કિવિઝ કપ્તાન
ટોમ લાથમ 236 દડામાં 1પ ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 137 રન કર્યાં હતા. લાથમે કેરિયરની
પંદરમી સદી અને કોન્વેએ છઠ્ઠી સદી કરી હતી. વિન્ડિઝ તરફથી આજની રમતની એકમાત્ર સફળતા
કેમાર રોચને મળી હતી. લાથમ અને કોન્વેએ વિન્ડિઝના તમામ બોલરોને હંફાવીને પહેલી વિકેટમાં
પ21 દડામાં 323 રનની શાનદાર ભાગીદારી કરી હતી.
જે ન્યુઝીલેન્ડના ટેસ્ટ ઇતિહાસની પહેલી વિકેટની બીજી સૌથી શ્રેષ્ઠ ભાગીદારી છે. અગાઉ
1972માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ જ
જોર્જટાઉનમાં ટેરી જાર્વિસ અને ગ્લેન ટર્નર વચ્ચે 387 રનની ભાગીદારી થઇ હતી. જે સૂચિમાં પહેલા સ્થાને છે. વર્ષ 202પની લાથમ-કોન્વે વચ્ચેની 323 રનની ભાગીદારી કોઇ પણ દેશની
કોઇ પણ વિકેટની સૌથી મોટી ભાગીદારી બની છે. ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં હાલ ન્યુઝીલેન્ડ
1-0ની સરસાઇ ધરાવે છે. શ્રેણી
ડ્રો કરવા વિન્ડિઝ માટે જીત જરૂરી છે, પણ કિવિઝ ટીમે મેચના પહેલા દિવસથી પડક જમાવવાની શરૂઆત કરી દીધી છે.