• શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025

ગુજરાતમાં ઘણા સ્થળે જર્જરિત હાઇવે છતાં 8702 કરોડનો ટોલટેક્સ વસૂલાયો

નવી દિલ્હી, તા. 18 : ગુજરાતમાં અનેક સ્થળે નેશનલ હાઇવે જર્જરિત હાલતમાં છે અને વાહનચાલકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે, ત્યારે  જ એવી વિગત બહાર આવી રહી છે કેરાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ટોલટેક્સ પેટે વાહનચાલકો પાસેથી રૂા. 8702 કરોડ જેટલી માતબર રકમ વસૂલાઇ છે. : ભારે વરસાદને કારણે હાઇવે અને શહેરી રસ્તાઓ ધોવાયા : આ વખતે ભારે વરસાદને કારણે શહેર, જિલ્લા ઉપરાંત હાઇવે પણ ધોવાયા હતા. રસ્તાની દુર્દશાને કારણે સરકાર પર ચારેકોરથી માછલાં ધોવાયાં હતાં. પરિણામે રાજ્ય સરકારે રસ્તાની મરંમતને લઇને આદેશ આપવા પડયા હતા. એટલું જ નહીં પ્રભારી મંત્રીઓને મત વિસ્તારમાં દોડાવી રસ્તાઓ વિશે જાણકારી મેળવી રિપોર્ટ કરવા સૂચના આપી હતી. ગુજરાતમાં હાલ 62 ટોલબૂથ છે, જેમાં રૂા. 70થી રૂા. 500 સુધીનો ટોલટેક્સ વસૂલાય છે. 

Panchang

dd