ભુજ, તા. 18 : શહેરની ખાસ પાલારા જેલમાં જેલ
સ્ટાફ દ્વારા કરવામાં આવેલાં ચાકિંગમાં જિઓ કંપનીનું રાઉટર, સિમકાર્ડ અને ચાર્જર મળી આવ્યાં હતાં. આ બાબતે
બી-ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ જેલમાં બેરેકના અંદરના ભાગે શૌચાલયની ટોયલેટ
સીટની અંદર તપાસ કરતાં બિનવારસુ હાલતમાં જિઓ કંપનીનું રાઉટર અને સાથે સિમકાર્ડ તથા
એક ચાર્જર મળી આવ્યાં હતાં. જેથી પ્રિઝન એક્ટ તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.