• શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025

વર્લ્ડ ટૂર ફાઈનલ્સ : સાત્ત્વિક-ચિરાગ નોકઆઉટ તબક્કા ભણી

હાંગ્ઝુ, તા. 18  (પીટીઆઈ) : ભારતના સાત્ત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ગુરુવારે અહીં રમાઈ રહેલી બીડબલ્યુએફ વર્લ્ડ ટૂર ફાઈનલ્સના ગ્રુપ-બીની બીજી મેચમાં ફજર આલ્ફિયાન અને મુહમ્મદ શોહિબુલ ફિકરીની ઈન્ડોનેશિયન જોડીને હરાવીને નોકઆઉટ તબક્કાની નજીક પહોંચી ગયા હતા. ભૂતપૂર્વ વિશ્વ નંબર વન ભારતીય જોડીએ મજબૂત સંરક્ષણ સાથે એક કલાક ચાલેલી મેન્સ ડબલ્સ મેચમાં વિશ્વ નંબર આઠ આલ્ફિયન અને ફિકરી પર 21-11, 16-21, 21-11થી વિજય મેળવ્યો હતો. બે મેચમાંથી બે જીત સાથે સાત્ત્વિક અને ચિરાગ હવે ગ્રુપમાં આગળ છે અને પોઈન્ટ તફાવતમાં નોંધપાત્ર ફાયદો મેળવ્યો છે. 

Panchang

dd