શિરાચા, 18 : અદાણી પોર્ટ્સ દ્વારા આયોજિત
શ્રીમદ્ ભાગવત સપ્તાહના પાંચમા દિવસે કથાવક્તા કશ્યપભાઈ જોશીએ ઉપસ્થિત ભક્તોને ભગવદ્
ભક્તિમાં રસતરબોળ કર્યા હતા. ગોવર્ધન પૂજા નિમિત્તે ભગવાનને અન્નકૂટ અર્પણ કરવામાં
આવ્યું હતું, તેમજ નાટકનું પ્રદર્શન
પણ કરવામાં આવ્યું હતું. આજે ખ્યાતનામ સાધુ-સંતો, મહંતો તેમજ
વિવિધ સમાજના ધર્મગુરુઓએ પણ કથાનું રસપાન કર્યું હતું, જેમાં
મુખ્યત્વે મોગલધામના પૂ. બાપુ મોગલકુળ બાપુ, પૂ. આઈ આશામાં તથા
પૂ. મૃદુલાબા (ગણેશ રતાડિયાવાળા)નો સમાવેશ થાય છે. મોગલધામના પૂ. બાપુ મોગલકુળ બાપુએ
આ પ્રસંગે જણાવ્યું હતું કે, અદાણી કંપની કચ્છમાં લાખો લોકોને
રોજગાર આપે છે. લોકોને રોજી રોટી પૂરી પાડે છે, ગાયોને ઘાસચારો
પૂરો પાડે છે. આશીર્વાદ આપતા એમને કહ્યું હતું કે, કંપની હજુ
વધુ પ્રગતિ કરે અને આમ જ કચ્છના લોકોની સેવા કરે. આ પ્રસંગે ઝરપરાના વીર શહીદ માણશી
ગઢવીના માતા સુમાભાઈ રાજદે ગઢવીનું અમીબેન રક્ષિતભાઈ શાહ દ્વારા વિશેષ સન્માન કરવામાં
આવ્યું હતું. આજની કથામાં રાપરના ધારાસભ્ય તથા કચ્છ જિલ્લાના ક્ષત્રિય સમાજના પ્રમુખ
વિરેન્દ્રાસિંહ જાડેજા, કચ્છ બોર્ડર રેન્જના આઈ.જી. ચિરાગ કોરડિયા,
કુંવર ઇન્દ્રજીતાસિંહ જાડેજા (નલિયા), કચ્છના જાણીતા
લોકગાયક હરિભાઈ ગઢવી (મોટા ભાડિયા), કચ્છ ચારણ સમાજના અગ્રણી
વિજય ગઢવી, આહીર સમાજના અગ્રણી તથા શ્રીરામ ઇન્ડસ્ટ્રિઝના ચેરમેન
બાબુભાઈ હુંબલ સહિત અનેક સામાજિક અને રાજકીય, ઔદ્યોગિક સંગઠનના
આગેવાનો, અધિકારીઓ, વિવિધ સમાજ તથા ગામોના
પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને કથાના શ્રોતા બન્યા હતા.