નવી દિલ્હી, તા. 18 : દેશમાં હાઇ
વે મેન નામથી પ્રખ્યાત બની ચૂકેલા કેન્દ્રીય સડક અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ
એક અનોખો પ્રયોગ કર્યો છે. જેની તસવીર પણ સામે આવી છે. તસવીર જોઈને વિચાર થઈ રહ્યા
છે કે હાઇ વે ઉપર રેડ કાર્પેટ કેમ પાથરવામાં આવી છે
? સામાન્ય રીતે કાળા રંગનો રસ્તામાં લાલ બ્લોક કેમ બનેલા છે
? જો કે આ પ્રયોગ મધ્ય પ્રદેશમાં થયો છે અને વન્ય જીવોની સુરક્ષા માટે
રોડ ઉપર લાલ બ્લોકનો પ્રયોગ થયો છે. નેશનલ હાઇ વે 45 ઉપર જબલપુર-ભોપાલ માર્ગે ઉપર
પહેલી વખત રેડ ટેબલ ટોપ ધરાવતી સડક બનાવવામાં આવી છે. સાગર દમોહ અને નરસિંગપુર જિલ્લાના
ત્રિભૂજમાં સ્થિત નૌરાદેહી વન્યજીવ અભયારણ્ય ક્ષેત્રમાં જબલપુર-ભોપાલ માર્ગ ઉપર 11.96 કિમી 2 અને ચાર લેન હાઇ વેનો પુનર્વિકાસ ખાસ રીતે
કરવામાં આવ્યો છે. જેમાં બે કિમીનાં ક્ષેત્રમાં ભારતમાં પહેલી વખત પાંચ મિલીમીટર રેડ
ટોપ બ્લોક માર્કિંગનો પ્રયોગ થયો છે. જે પહેલી નજરમાં રોડ ઉપર લાલ જાજમ જેવું લાગે
છે. હકીકતમાં આ પ્રયોગ વન્ય જીવની સુરક્ષાને ધ્યાને રાખીને થયો છે. નેશનલ હાઇ વે ઓથોરિટીના
અધિકારી શ્રવણ કુમાર સિંહના કેહવા પ્રમાણે ભોપાલ-જબલપુર સેક્શનમાં ફોર લેનિંગ નિર્માણ
થઈ રહ્યું હતું ત્યારે સંજ્ઞાનમાં આવ્યું હતું કે આ વિસ્તારમાં વન્ય જીવો માટે શું
કરવામાં આવે, જેથી લોકો પોતાની રફતાર
ધીમી કરે. આ માટે ઇન્ટરનેશનલ પ્રેક્ટિસને ધ્યાને રાખીને રેડ ટેબલ ટોપનો ઉપયોગ થયો છે.
આ લાલ રંગના બ્લોકની ઊંચાઈ કાળી સપાટીથી 5 મીમી વધારે છે. જેનાથી ચાલકોનું ધ્યાન ખેંચાય છે અને સ્પીડ ઘટાડવામાં
આવે છે.