મુંદરા, તા. 18 : ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા અને ઓસીસીએલ લિ. કંપનીના સંયુક્ત
ઉપક્રમે અને જી.કે જનરલ હોસ્પિટલ બ્લડબેન્ક ભુજના સથવારે
ઓસીસીએલ લિ. (સેઝ) મુંદરા મધ્યે મેગા રક્તદાન શિબિર યોજાઈ હતી. કુલ 26950 સીસી રક્ત એકત્રિત થયું હતું.
પ્રકલ્પનો આરંભ સંયોજક જિજ્ઞાબેન રાવલ, પ્રાંત શાખાના ભૂષણ ભટ્ટ અને હિરલબેન દહીસરિયા, ઓસીસીએલ
કંપનીના આલોક ગુપ્તા, રાજેશ વર્મા, બ્રિજપાલાસિંહ, જી.કે.
જનરલ હોસ્પિટલ બ્લડબેન્કના દર્શન રાવલ, ગ્લોબલ કચ્છના કપિલ વ્યાસ
અને જયંતી મામણિયા દ્વારા દીપ પ્રાગટયથી થયો હતો. રક્તદાતાઓની તપાસ જી.કે. જનરલ હોસ્પિટલ
ભુજ બ્લડબેન્કના ડો. હર્ષદ ગોસ્વામી (મિમ્સ હોસ્પિટલ મુંદરા) અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પ્રકલ્પનું માર્ગદર્શન ભારત વિકાસ પરિષદ મુંદરા
શાખાના પ્રમુખ નીરજ મહેતા અને મંત્રી મનોજ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને આ
પ્રકલ્પને સફળ બનાવવા હિરલ દહીસરિયા,
પ્રિયંકા પ્રજાપતિ, હેતલ પરમાર, યોગીતા દવે, ઝરણાબેન, મંજુલ ભટ્ટ,
કેતન પ્રજાપતિ, કુલદીપભાઈ, ઓસીસીએલ કંપનીના નિશાંત પટેલ,
નીતિન સંઘાર અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્મનુ
સંચાલન જયંતી શેઠિયાએ કર્યું હતું.